News 360
January 1, 2025
Breaking News

જાણો હિન્દુ સંતની 500 વર્ષ જૂની પ્રતિમા વિશે, જે Bharatને પરત કરશે ઓક્સફર્ડ યુનિવર્સિટી

બ્રિટન: સંત થિરુમંગાઈની 60 સેમી ઊંચી પ્રતિમા હાલમાં યુનિવર્સિટીના અશ્મોલીયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. મ્યુઝિયમે એક નિવેદન જારી કર્યું હતું કે યુનિવર્સિટી કાઉન્સિલે માર્ચમાં પ્રતિમાને પરત લાવવાનું સમર્થન કર્યું હતું. મ્યુઝિયમે કહ્યું કે તેણે 1967માં તેની હરાજી કરી હતી.

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે તે એક હિન્દુ સંતની 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે. આ પ્રતિમા 16મી સદીની હોવાનું કહેવાય છે. જે તમિલનાડુના એક મંદિરમાંથી ચોરાઈ હતી. સંત થિરુમંગાઈની 60 સેમી ઊંચી પ્રતિમા હાલમાં યુનિવર્સિટીના અશ્મોલીયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. 1967માં સોથેબીના ઓક્શન હાઉસ દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી.

ચાર વર્ષ પહેલાં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશને સંત તિરુમંગાઈની આ પ્રતિમા વિશે દાવો કર્યો હતો કે તે ભારતના તમિલનાડુના એક મંદિરમાંથી કથિત રીતે ચોરાઈ હતી. યુનિવર્સિટીના અશ્મોલિયન મ્યુઝિયમે એક નિવેદન જારી કર્યું હતું કે યુનિવર્સિટી કાઉન્સિલે માર્ચમાં પ્રતિમા પરત લાવવાનું સમર્થન કર્યું હતું. મ્યુઝિયમે જણાવ્યું હતું કે તેણે 1967માં સોથેબી પાસેથી પ્રતિમા ખરીદી હતી.

આ પણ વાંચો: જેલમાં રહી ચૂંટણી જીતનારા અમૃતપાલની મુક્તિ માટે અમેરિકામાં કોણે ઉઠાવ્યો અવાજ?

અશ્મોલિયન મ્યુઝિયમે જણાવ્યું હતું કે ફોટો આર્કાઇવ પર સંશોધન કર્યા પછી આ પ્રતિમા પ્રકાશમાં આવી છે. આ પ્રતિમા 1957માં તમિલનાડુના એક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી, જે કાંસાની બનેલી હતી. આ પછી તેણે 2019માં ભારતીય હાઈ કમિશનનો સંપર્ક કર્યો. મ્યુઝિયમે કહ્યું કે તે જાણતું નથી કે કલેક્ટર ડૉ. જે.આર. બેલમોન્ટે તેને કેવી રીતે હસ્તગત કર્યું.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બે વર્ષ પહેલા નાઈજીરીયન સરકારને 100 બેનિન બ્રોન્ઝ કલાકૃતિઓ પરત કરવા સંમતિ આપી હતી. 1897માં બ્રિટિશ દળોએ બેનિન સિટી પર હુમલો કર્યો ત્યારે આ કલાકૃતિઓ લૂંટી લેવામાં આવી હતી. આ હુમલા પછી, બ્રિટિશ સેનાએ 200 થી વધુ કલાકૃતિઓની ચોરી કરી અને તે તમામ લંડનમાં વેચી દીધી.