Narendra Modi PM બનતા જ પાકિસ્તાની રક્ષા મંત્રીએ ઓક્યું ઝેર – મોહબ્બતનામા નહીં… મજબૂરી!
Pakistan: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી જીત પર અભિનંદન પાઠવ્યા છે. પરંતુ અભિનંદન આપ્યાના થોડા સમય બાદ પાકિસ્તાન પોતાના જૂના વલણ પર પરત ફર્યું છે. હવે શાહબાઝના અભિનંદનને લઈને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે અભિનંદન સંદેશને ‘પ્રેમનો સંદેશ’ ના ગણવો જોઈએ પરંતુ રાજદ્વારી મજબૂરીના કારણે પીએમ મોદીને અભિનંદન આપવામાં આવ્યા છે.
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ એક કાર્યક્રમમાં બોલતા ખ્વાજા આસિફે કહ્યું, ‘આ સંદેશ એક ઔપચારિક સંદેશ છે… તે રાજદ્વારી મજબૂરી છે… અમે તેમને (પીએમ મોદી)ને જે પ્રેમપત્ર લખ્યો છે.’
ખ્વાજા આસિફે ઝેર ઓકતા કહ્યું કે, ‘પાકિસ્તાન ક્યારેય ભૂલશે નહીં કે મોદી ભારતના મુસ્લિમોના હત્યારા છે. તેમની સમગ્ર રાજકીય કારકિર્દી મુસ્લિમો વિરુદ્ધ રહી છે. જ્યારે શાહબાઝ શરીફ આવ્યા ત્યારે તેમણે અમને અભિનંદન આપ્યા, તેથી જ અમે તેમણે અભિનંદન આપ્યા…’
આ જ કાર્યક્રમમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની નેતા ગૌહર ખાને પણ પીએમ મોદીને અભિનંદન આપવા પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘મને વિશ્વાસ છે કે અમે ભારત સાથે કલમ 370નો મુદ્દો ઉઠાવીશું. ભારતના મુસ્લિમોએ આ ચૂંટણીમાં મોદીને ફગાવી દીધા છે. તેમના પોતાના લોકોએ તેમને નકારી દીધા…તે પોતાના દમ પર બહુમતી મેળવી શક્યા નહીં…લોકોએ ભાજપને નકારી કાઢ્યું છે. બીજેપી તરફથી એક પણ મુસ્લિમ આગળ આવ્યો નથી.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે SITના વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ…
શાહબાઝ શરીફે પીએમ બનવા પર મોદીને અભિનંદન પાઠવ્યા હતા
આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપી 272ની બહુમતીથી ચૂકી ગઈ અને તેને માત્ર 240 સીટો મળી, ત્યારબાદ તેણે એનડીએના સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવવી પડી. રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર દુનિયાભરના નેતાઓ અભિનંદન આપી રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ સોશિયલ મીડિયા સાઇટ X દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. શાહબાઝ શરીફે લખ્યું, ‘ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન.’
પાકિસ્તાનની સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પણ પીએમ મોદીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા છે. નવાઝ શરીફે લખ્યું, ‘ત્રીજી વખત સત્તા સંભાળવા માટે મોદીજીને મારા હૃદયપૂર્વકના અભિનંદન. તાજેતરની ચૂંટણીઓમાં તમારા પક્ષની સફળતા દર્શાવે છે કે જનતાને તમારા નેતૃત્વમાં વિશ્વાસ છે. ચાલો આપણે નફરતને આશામાં ફેરવીએ અને દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભાગ્યને આકાર આપવાની તકનો લાભ લઈએ.
નવાઝ શરીફના આ ટ્વિટના જવાબમાં પીએમ મોદીએ લખ્યું, ‘તમારા સંદેશ માટે આભાર. ભારતના લોકો હંમેશા શાંતિ, સુરક્ષા અને પ્રગતિશીલ વિચારો માટે ઉભા રહ્યા છે. અમારા લોકોની સુખાકારી અને સુરક્ષાને વધારવી એ હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે.