T20 World Cupમાં આજે PAK vs CAN વચ્ચે મહામુકાબલો
PAK vs CAN: આજે પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ છે. જેમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાન આજે કેનેડા સામે મેચ રમશે. ICC T20 વર્લ્ડ કપ 2024ની 22મી મેચમાં કેનેડા સામે પાકિસ્તાન ટકરાશે. પાકિસ્તાન આજની મેચ જીતવાનો પુરો પ્રયાસ કરશે.
ખરાબ રીતે હારે
ભારતના હાથે મળેલી હાર બાદ પાકિસ્તાન હવે આજની જીત માટે પુરો પ્રયત્ન કરશે. પાકિસ્તાન માટે આજની મેચ કરો યા મેરો જેવી છે. પાકિસ્તાનને રવિવારે કટ્ટર હરીફ ભારત સામે ઓછા સ્કોરવાળી મેચ હોવા છતાં છ રને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પાકિસ્તાનને સુપર આઠમાં ક્વોલિફાય થવું હોય તો કેનેડા અને આયર્લેન્ડ સામેની જીત પર નિર્ભર છે. પરંતુ પાકિસ્તાનને એ પણ આશા રાખવી પડશે કે અમેરિકાની ટીમ ભારત અને આયર્લેન્ડ સામેની મેચોમાં ખરાબ રીતે હારે. જેના કારણે બંને ટીમ ચાર-ચાર પોઈન્ટ પર પહોંચી જાય. ત્યારે આવો જાણીએ કે કેનેડાની પિચ કેવી રહેશે.
કેનેડા સામે પિચ કેવી હશે?
પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોતાની બીજી મેચ નાસાઉના મેદાન પર રમાવાની છે. આ પહેલા પાકિસ્તાનને ભારતની સામે જીતવાની સારી તક હતી. પરંતુ ખરાબ બેટિંગના કારણે તેને હારવાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેદાન પર રમાયેલી તમામ મેચમાં લો સ્કોરિંગ જોવા મળ્યો છે. જેના કારણે આજની મેચમાં પાકિસ્તાનની ટીમને બેસ્ટ પ્રદર્શન કરવું પડશે. મહત્વની વાત એ છે કે કેનેડાની ટીમ ભલે પાકિસ્તાનની ટીમ સામે નબળી જોવા મળતી હોય પરંતુ તેણે ગ્રુપ Aમાં આયર્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ 4 રને મેચ જીતીને ભારતીય ટીમને પાછળ છોડી
બંને ટીમોની ટીમ
પાકિસ્તાનઃ ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર જમાન, હરિસ રઉફ, સામ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન શાહ ખાણ.
કેનેડાઃ ડિલન હેલિગર, નિખિલ દત્તા, પરગટ સિંહ, નિકોલસ કિર્ટન, સાદ બિન ઝફર (કેપ્ટન), એરોન જોન્સન, જેરેમી ગોર્ડન, રવિન્દરપાલ સિંહ, નવનીત ધાલીવાલ, કલીમ સના, રેયાન ખાન પઠાણ, જુનૈદ સિદ્દીકી, દિલપ્રીત બાજવા , શ્રેયસ મોવવા અને ઋષિવ જોષી.