January 13, 2025

ભારતીય ટીમની જીત બાદ હાર્દિક પંડ્યાએ આ કહ્યું…

IND vs BAN: ભારતીય ટીમે સુપર 8માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં 50 રને જીત પ્રાપ્ત કરી છે. ટીમ ભારતમાં હાર્દિક પંડ્યાનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ખાસ વાત તો એ છે કે IPL 2024 દરમિયાન તેમનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. પરંતુ હાર્દિકનું બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ખુબ સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે હાર્દિકને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુમાવવાનું ટાળવું પડશે
હાર્દિક પંડ્યાએ બાંગ્લાદેશ સામેની મેચમાં એવા સમયે 50 રનની અણનમ ઇનિંગ રમી હતી .હાર્દિકની ઈનિંગના કારણે આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા. હાર્દિકે કહ્યું કે બોલિંગ કરતી વખતે, હું સમજી ગયો કે બેટ્સમેનો તે બાજુ શોટ રમવા માટે પવનનો ઉપયોગ કરવા માગે છે અને મારો પ્રયાસ એ હતો કે તેમને તે સ્થિતિમાં બોલિંગ ન કરવી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં Afghanistanને કર્યો સૌથી મોટો ઉલટફેર

ભાગ્યશાળી માનું છું
નિવેદન આપતા હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને દેશ માટે રમવાનો મોકો મળ્યો છે. હું મેદાન પર પરત ફરવા માંગતો હતો. પણ મારા નસિબમાં કંઈક બીજું જ હતું. આ વાતની વાત મે રાહુલ દ્રવિડ પણ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે જે લોકો સખત મહેનત કરે છે તેમની સાથે નસીબ હમેંશા રહે છે. અત્યાર સુધીમાં તેવું મારી સાથે થઈ રહ્યું છે.