‘ડૂબતી દિલ્હી’ માટે LGની યોજના: અધિકારીઓની 2 મહિનાની રજા રદ, ઈમરજન્સી કંટ્રોલ રૂમ બનાવવાની સૂચના
LG VK Saxena Emergency Meeting: લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પ્રથમ ચોમાસાના વરસાદથી ઝઝૂમી રહેલી દિલ્હીની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કટોકટી બેઠક યોજી હતી અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. લે્ફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી કંટ્રોલ રૂપની સ્થાપના કરવાનું કહ્યું છે જેથી પાણી ભરાવવાની ઘટનાઓની જાણ થઇ શકે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આજે દિલ્હી સરકારની તમામ સંબંધિત એજન્સીઓ, દિલ્હી જલ બોર્ડ, PWD, I&FC, MCD, NDMC, દિલ્હી પોલીસ, DDA અને NDRFની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં ગંભીર પાણી ભરાવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
Delhi LG, VK Saxena today convened an emergency meeting of all concerned agencies of Delhi Government, Delhi Jal Board, PWD, I&FC, MCD, NDMC, Delhi Police, DDA and NDRF to review the situation arising out of severe waterlogging, overflow of unsilted drains and backflow of clogged… pic.twitter.com/Ro16Urvi0Q
— ANI (@ANI) June 28, 2024
લેફ્ટનન્ટ ગવર્નરે પરિસ્થિતિનો સામનો કરવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવા અને તેને 24*7 કાર્યરત કરવા સૂચના આપી છે. આ સિવાય તેમણે રજા પર ગયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓને ફરજ પર પાછા આવવા કહ્યું છે અને દરેકની 2 મહિનાની રજા રદ કરી છે.
સજ્જતાના અભાવની જાણ
લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, કટોકટીની બેઠકની અધ્યક્ષતામાં, લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે રજા પર ગયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનું કહેવામાં આવે અને આગામી બે મહિના સુધી કોઈ રજા મંજૂર કરવામાં ન આવે. વીકે સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાનીમાં સજ્જતા અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમના અભાવની પણ નોંધ લીધી હતી.
વી.કે.સક્સેનાએ જણાવ્યું કે, નાળાઓમાંથી કાંપ કાઢવાનું કામ હજુ પૂર્ણ થયું નથી. લેફ્ટનન્ટ ગવર્નરે અધિકારીઓને આવતા અઠવાડિયે ઇમરજન્સી ધોરણે ડિસિલ્ટિંગનું કામ શરૂ કરવા જણાવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નરે અધિકારીઓને પાણી ભરાઈ જવાની ફરિયાદો માટે ઈમરજન્સી કંટ્રોલ રૂમ સ્થાપવા જણાવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓ કંટ્રોલ રૂમમાં ચોવીસ કલાક હાજર રહેશે. તેમણે વિવિધ એજન્સીઓને પંપની મદદ લેવા અને રસ્તાઓ પર એકઠા થયેલા પાણીને દૂર કરવા માટે કર્મચારીઓને તૈનાત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
હરિયાણા અને હિમાચલ સાથે સંપર્ક સૂચના
અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગને હરિયાણા અને હિમાચલ પ્રદેશના તેના સમકક્ષો સાથે વરસાદના સ્તર અને હથનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતા પાણીનું મૂલ્યાંકન કરવા માટે સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી હતી કે લેફ્ટનન્ટ ગવર્નરે મહેસૂલ વિભાગને ભારે વરસાદના કિસ્સામાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) હેઠળ ડિઝાસ્ટર રિસ્પોન્સ સેલને સક્રિય કરવા અને ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીના પગલાં માટે NDRFની મદદ લેવાનો નિર્દેશ આપ્યો હતો.