હાઇબ્રિડ કાર શું છે? ભારતમાં રૂ. 30 લાખ સુધીના બજેટમાં આ મોડલ્સ છે દમદાર
Hybrid Cars in India: ઉત્તર પ્રદેશ સરકારે હાઇબ્રિડ કારની નોંધણી ફીમાં 100 ટકા માફીની જાહેરાત કરી છે. સરકારની આ પહેલ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હાઈબ્રિડ કારની કિંમતમાં મોટો ઘટાડો થશે. આ ઉપરાંત કંપનીઓ માટે વેચાણ વધારવાની આ એક મોટી તક હશે. પરંતુ આ હાઇબ્રિડ કાર એટલી ખાસ કેમ છે જેના આધારે રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે એ સમજવાની જરૂર છે.
હાઇબ્રિડ કાર શું છે?
હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનોને સામાન્ય રીતે હાઇબ્રિડ કાર કહેવામાં આવે છે. હાઇબ્રિડ કારમાં બે એન્જિન હોય છે. એક પેટ્રોલ અને બીજું ઇલેક્ટ્રિક. બંને મળીને કારના વ્હીલને સપોર્ટ આપે છે. આનાથી પેટ્રોલ ઓછું બળે છે અને તેથી ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો થાય છે. પરંપરાગત કારની તુલનામાં હાઇબ્રિડ કાર વધુ સારા પાવર અને ઈંધણની બચત કરે છે કારણ કે તે હાઈ ફ્યુલ એફિસિએંસી અને ઓછા ઉત્સર્જનના ફાયદાઓને જોડે છે.
જ્યારે હાઇબ્રિડ કાર અથવા વાહનો ક્રૂઝિંગ અથવા બ્રેકિંગ કરે છે ત્યારે તે વધારાની શક્તિ ઉત્પન્ન કરે છે. આ પાવરનો ઉપયોગ બેટરી ચાર્જ કરવા માટે થાય છે. આ કારમાં બેટરી પોતે જ ચાર્જ થાય છે. તેને બહારથી પ્લગ કરીને ચાર્જ કરવાની જરૂર નથી.
રૂ.30 લાખ સુધીની હોય છે હાઈબ્રિડ કાર્સ
Maruti Suzuki Grand Vitara
મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ કાર આ બજેટમાં આ સેગમેન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર તેની એક્સ-શોરૂમ કિંમત 10,99,000 રૂપિયા છે.
Honda City Hybrid eHEV.
હોન્ડા કાર્સમાંથી હોન્ડા સિટી હાઇબ્રિડ eHEV. એક લોકપ્રિય હાઇબ્રિડ કાર છે. ભારતમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 20,55,100 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, તમને 26.5 કિલોમીટરની માઈલેજ મળે છે. કારમાં 40 લીટરની પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક છે.
Maruti Suzuki Invicto
તમે મારુતિની નવી હાઇબ્રિડ કાર ઇન્વિક્ટો પર પણ વિચાર કરી શકો છો. તેની એક્સ-શોરૂમ કિંમત 25,21,000 રૂપિયા છે. મારુતિ સુઝુકી ઇન્વિક્ટો શક્તિશાળી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરે છે જેમાં 2.0-લિટર 4-સિલિન્ડર ગેસોલિન એન્જિન અને 168-સેલ Ni-MH બેટરીનો સમાવેશ થાય છે.
Toyota Innova Hycross
ટોયોટાનું ખૂબ જ લોકપ્રિય મોડલ ઇનોવા પણ હાઇબ્રિડ અવતારમાં ઉપલબ્ધ છે. Toyota Innova Hycross નામની આ SUVની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 19,77,000 રૂપિયા છે.
Toyota Innova Hycross
આ બજેટમાં Toyota Urban Cruiser Highrider કાર પણ ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 13.12 લાખ રૂપિયા છે.