September 20, 2024

પિતા સિક્યોરિટી ગાર્ડ અને ક્લિનર માતાની દીકરી હવે ભારત માટે રમશે

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. નીરજ ચોપરા સહિત ઘણા ભારતીય એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. તેમાંથી એક છે ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ જ્યોતિ યારાજી.

પિતા સિક્યોરિટી ગાર્ડ છે
જ્યોતિ યારાજીનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો છે. તેણીએ 10 મે, 2022 ના રોજ અનુરાધા બિસ્વાલનો 13.23 સેકન્ડનો લાંબા સમયનો રેકોર્ડ તોડીં નાંખ્યો છે. ત્યારથી તેણે આ રેકોર્ડ ઘણી વખત તોડ્યો છે. જ્યોતિ યારાજીના પિતા સૂર્યનારાયણ સિક્યોરિટી ગાર્ડ છે. તેની માતા ઘરના કામ કરવા જાય છે. બપોર પછીના સમયમાં શહેરની હોસ્પિટલમાં ક્લીનર તરીકે કામ કરવા જાય છે.જ્યોતિએ તેની સ્કૂલિંગ વિશાખાપટ્ટનમ ઓલ્ડ સિટીની પોર્ટ હાઈસ્કૂલમાં કરી છે. હૈદરાબાદમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હોસ્ટેલમાં જોડાઈ હતી. જેમાં બે વર્ષ સુધી તાલીમ લીધી હતી. જેમાં તેને દ્રોણાચાર્ય એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ વાંચો: IND vs ZIM Probable Playing-11: શુભમન ગિલ સિરીઝ જીતવા માટે મોટું પગલું ભરશે?

ગેરલાયક ઠેરવવામાં આવ્યો
જ્યોતિની કારકિર્દીની વિશેષતા ત્યારે આવી જ્યારે તેણે ચીનના હાંગઝોઉમાં 2022 એશિયન ગેમ્સમાં 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ચીની એથ્લેટ વુ યાનીને ગેરલાયક ઠેરવવામાં આવ્યો અને ભારતીયને સિલ્વર મેડલ માટે બઢતી આપવામાં આવી છે. કઝાકિસ્તાનના અસ્તાનામાં 2023 એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતવા ઉપરાંત ઇન્ડોર 60 મીટર હર્ડલ્સનો રાષ્ટ્રીય રેકોર્ડ પાંચ વખત તોડી નાંખ્યો હતો.