September 20, 2024

Paris Olympics પહેલાં નીરજ ચોપરાની ફિટનેસને લઈને કોચનું મોટું નિવેદન

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવાને બસ હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તમામ ખેલાડીઓ પહોંચી રહ્યા છે. ભારતમાંથી 117 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ ખેલાડીઓમાં નીરજ ચોપાડા પણ છે. જેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લા 1 વર્ષથી તેનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે. આ વચ્ચે તેની ફિટનેસને લઈને પણ ચર્ચા થઈ રહી છે. પેરિસ ઓલિમ્પિક પહેલા, નીરજના છેલ્લા 5 વર્ષથી કોચ બાર્ટોનિટ્ઝે તેની ફિટનેસને લઈને નિવેદન આપ્યું છે.

સંપૂર્ણપણે ફિટ છે
નીરજના કોચે કહ્યું કે બધું અમારા આયોજન મુજબ થઈ રહ્યું છે. હાલમાં નીરજ સંપૂર્ણપણે ઠીક છે. તેણે વધુમાં કહ્યું કે અમને આશા છે કે તે સંપૂર્ણ ક્ષમતા મુજબ રમશે અને 100 ટકા આપવાનો પ્રયાસ કરશે. ઓલિમ્પિકમાં હજુ પણ થોડા દિવસો બાકી છે. તેથી અમે તાલીમ વધારી છે. જેમાં નીરજ થ્રોઇંગ સેશન કરી રહ્યો છે. આગામી પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધા માટે ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટથી શરૂ થવાનો છે. 15 દિવસ સુધીનો હજુ સમય બાકી છે.

આ પણ વાંચો: Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ પહેલીવાર જાહેરમાં આવ્યો હાર્દિક

કેટલા દેશ ભાગ લઈ રહ્યા છે?
જો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેનારા દેશની વાત કરીએ તો 206 દેશોના એથ્લેટ રમશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બેલારુસને અને રશિયાને ઓલિમ્પિકમાં તેમની ટીમો મોકલવા માટે મંજૂરી આપી નથી. આ બંને દેશોના ખેલાડીઓ ઓલિમ્પિકમાં તટસ્થ એથ્લેટ તરીકે ભાગ લઈ શકે છે. ઈઝરાયેલને ઓલિમ્પિયામાં પોતાની ટીમ મોકલવા માટે IOC તરફથી પરવાનગી મળી ગઈ છે.