December 16, 2024

નીતિશ કુમારના સપના પર પાણી ફરી વળ્યું! બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે

Bihar Special Category Status Latest News: બિહાર લાંબા સમયથી વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પછી જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપ્યું હતું, ત્યારે બધાએ અનુમાન લગાવ્યું હતું કે કદાચ કેન્દ્ર સરકાર બદલામાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. ગઈકાલે સર્વપક્ષીય બેઠકમાં બિહારે તેની જૂની માંગને ફરી યાદ અપાવી, ત્યારબાદ આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો. જો કે હવે બિહારની આ માંગ પર પાણી ફરી વળ્યું છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું સીએમ નીતિશનું સપનું પૂરું નહીં થાય.

નોંધનીય છે કે, સોમવારે બજેટથી પહેલા JDUએ ફરી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અને વિશેષ સહાય આપવાની માગ કરી હતી. જેડીયુના મુખ્ય પ્રવક્તા કે.સી.ત્યાગીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની માગ બિહારની જનતાનો અવાજ છે. જેડીયુએ આ માગ પત્ર નહીં અધિકાર પત્ર મોકલ્યો છે. અમને તે મળવા જ જોઈએ.

ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણની કલમ 275 મુજબ કોઈ રાજ્યને વિશેષ કેટેગરીના રાજ્યની જોગવાઈ છે. હાલમાં દેશમાં કુલ 29 રાજ્યો છે અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ છે જેમાંથી 11ને વિશેષ કેટેગરીના રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે પણ હજુ પણ બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત પાંચ રાજ્યો એવા છે જે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી રહ્યા છે.