December 24, 2024

‘ભગવાન રામે દુનિયાભરમાં ફેલાવી ધર્મનિરપેક્ષતા’, DMK નેતાના નિવેદન પર ભડકી BJP

Lord Ram: જાતિ અને ધર્મના કટ્ટર વિરોધી એવા રામાસ્વામી પેરિયારના વિચારોને અનુસરવાનો દાવો કરતી ડીએમકે ઘણીવાર સનાતન ધર્મના વિરોધમાં રહે છે. ડીએમકેના નેતા અને તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારમાં કાયદા પ્રધાન એસ રેગુપતિએ કહ્યું છે કે ભગવાન રામ પણ દ્રવિડિયન મોડેલના પુરોગામી હતા. તેમણે કહ્યું કે રામરાજનો કોન્સેપ્ટ દ્રવિડિયન મોડલ જેવો જ છે. આ સાથે જ ભાજપે રેગુપતિના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે.

સોમવારે કંબન કઝગમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કહેવાયું છે કે ભગવાન રામ સામાજિક ન્યાયના રક્ષક હતા. તેમણે કહ્યું કે, પેરિયાર, અન્નાદુરાઈ, મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને ભૂતપૂર્વ સીએમ એમ કરુણાનિધિ પહેલાં, ભગવાન રામ સામાજિક ન્યાયના રક્ષક હતા અને તેમણે દ્રવિડિયન મોડેલને આગળ વધાર્યું હતું. રામ જ હતા જેમણે વિશ્વભરમાં બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાય ફેલાવ્યો. રામે પોતે કહ્યું હતું કે બધા લોકો સમાન છે.

આ પણ વાંચો: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરવા પહોંચ્યા સંસદ

તેમણે કહ્યું, રામાયણ એટલા માટે લખવામાં આવી હતી કે ભવિષ્યમાં લોકોમાં સમાનતા રહે. રેગુપતિએ કહ્યું, જો મને તક મળશે તો હું અયોધ્યાના રામ મંદિરમાં દર્શન કરવા જઈશ. ભાજપે ડીએમ મંત્રીના નિવેદનને બકવાસ ગણાવ્યું છે અને કહ્યું છે કે દ્રવિડ સરકારની તુલના રામ રાજ્ય સાથે કરી શકાય નહીં. તમિલનાડુ ભાજપે કહ્યું કે, DMCAનું દ્રવિડિયન મોડલ રામ રાજ્ય જેવું નથી પરંતુ રાવણ રાજ્ય જેવું છે. સનાતન ધર્મનો નાશ કરવાનો દાવો કરનાર DMK નેતાનું નિવેદન તદ્દન હાસ્યાસ્પદ છે.

ભાજપે કહ્યું, ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ખતમ કરવાની વાત કરી હતી. હવે એ જ પાર્ટીના નેતાઓ વોટબેંક માટે ભગવાન રામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એમકે સ્ટાલિનના ઉત્તરાધિકારી અને ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે સનાતન ધર્મ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે જેનો વિરોધ કરવાની નહીં પરંતુ તેને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જરૂર છે.