September 20, 2024

Olympics 2024 Medal Tally: અત્યાર સુધી આ દેશે સૌથી વધુ મેડલ જીત્યા, ભારત આ નંબર પર છે

Paris Olympics 2024 Medal Tally: પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક્સ 2024ની દરેકની નજર છે. ઓલિમ્પિકના બીજા જ દિવસે ભારતે મેડલ જીત્યો છે. જોકે આવનારા સમય હજૂ પણ વધુ મેડલ મળવાની અપેક્ષાઓ છે. જો આપણે મેડલ ટેલીની વાત કરીએ તો, ભારત હાલમાં સૌથી નીચે છે, પરંતુ આશા રાખવી જોઈએ કે ટૂંક સમયમાં ભારત કેટલાક વધુ મેડલ જીતીને આ યાદીમાં આગળ વધશે.

જાપાન હાલમાં ઓલિમ્પિક મેડલ ટેલીમાં આગળ
પેરિસ ઓલિમ્પિકમાં મેડલ ટેલીની વાત કરીએ તો જાપાન હાલમાં આગળ છે. જાપાને અત્યાર સુધીમાં કુલ 7 મેડલ જીત્યા છે. જેમાં જાપાને 4 ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. યુએસની વાત કરીએ તો, તેની પાસે કુલ 12 મેડલ છે, પરંતુ ગોલ્ડ ઓછા છે, તેથી તે હાલમાં મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને છે. અમેરિકાએ 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. યજમાન દેશ ફ્રાન્સ હાલમાં ચોથા નંબર પર છે. ફ્રાન્સે 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેની પાસે મેડલની સંખ્યા 8 છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: 20 વર્ષની Ramita Jindalનું સપનું તૂટી ગયું

ભારત અત્યારે 22મા નંબર પર
ભારતની વાત કરીએ તો બીજા દિવસે ભારતે મેડલ જીતી લીધો હતો. ભારતની મનુ ભાકરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મેડલ ટેલીની વાત કરવામાં આવે તો ભારતનો નંબર 22મો છે. ભારત અત્યારે 22મા નંબર પર છે. તમને થતું હશે કે 22મું સ્થાન તો ખુબ નીચે કહેવાય પરંતુ તમને જણાવી દઈએ આ વખતે 200થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. તેમાં 22મા ક્રમે આવવું એ સરળ કામ નથી.