September 19, 2024

પેરિસ ઓલિમ્પિકમાં ખૂબ વેચાયા કોન્ડોમ, આ કારણે મચી ગઈ બબાલ

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં 11,000થી વધુ એથ્લિટસ 32 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ઓલિમ્પિક વિલેજમાં ગજબનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાભરના દિગ્ગજ એથ્લિટસ એક જ સ્થળે ભેગા થયા છે અને રોમાન્સના શહેરનો નજારો હાલ અલગ જ જોવા મળી રહ્યો છે. પ્રેમના શહેરમાં રમતોના મહાકુંભમાં ભાગ લેવા માટે જ્યારે એથલીટ પહોંચ્યા તો તેમને એક કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું. કિતમાં એક ફોન અને જરૂરી ચીજવસ્તુઓની સાથે કોન્ડોમના પેકેટ્સ પણ હતા.

ઓલિમ્પિક વિલેજમાં વહેંચાયા લાખો કોન્ડોમ
અહેવાલો અનુસાર, ઓલિમ્પિક વિલેજમાં લગભગ 230,000 કોન્ડોમ વહેંચવામાં આવ્યા છે. આ સિવાય દરેક એથ્લેટને 20 જેટલા કોન્ડોમ આપવામાં આવશે. જોકે, ખરી બબાલનું કારણ કંઈક બીજું જ છે. વાસ્તવમાં, 2021 ટોક્યો ઓલિમ્પિક જેવા ‘એન્ટિ-સેક્સ’ કાર્ડબોર્ડ બેડ પેરિસમાં પણ એથ્લેટ્સને આપવામાં આવ્યા છે. આ જ છે ખરી બબાલનું મૂળ. આ એન્ટિ-સેક્સ બેડથી દુનિયાભરના એથ્લેટ્સ પરેશાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ મોરચો ખોલ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ઘણી રીલ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SNOOZ (@snooz)

ઓસ્ટ્રેલિયન એથ્લેટનો વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ પરના વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક ઓસ્ટ્રેલિયન એથલીટ કહેતી જોવા મળે છે કે ‘બેડ બકવાસ છે.’ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે- બેડગેટ 2024 પર વધુ સમાચાર. વીડિયોમાં, એક એથ્લેટ તેના પલંગ પર અડધી ઊંઘમાં જોવા મળે છે અને સ્ક્રીન પર એક ટેક્સ્ટ દેખાય છે, જેમાં લખ્યું છે – ઓલિમ્પિક કાર્ડબોર્ડ બેડ પર અપડેટ. આજે સવારે તેના મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો. વીડિયો જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એથ્લીટ પથારી વિશે ફરિયાદ કરતી જોવા મળે છે.

સારી ઊંઘ વગર પરફોર્મન્સ કેવી રીતે સારું થશે?
વીડિયોમાં ઓસ્ટ્રેલિયન વોટર પોલો એથલીટ ટિલી કિર્ન્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ક્લિપનો થોડો ભાગ દર્શાવવામાં આવ્યું છે. તેમાં, એથલીટ જણાવે છે કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં તેમના દેશના એથ્લિટસ રફ પથારી પર સરખી રીતે સૂઈ શકે તેના માટે ગાદલાંના ટોપર મળ્યા છે. 3.6 મિલિયનથી વધુ વ્યુઝ મેળવી ચૂકેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકોએ સવાલ કર્યો છે કે જો એથલીટને સરખી ઊંઘ જ નહિ મળે તો તેઓ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકશે,

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે સવાલ કર્યો છે કે તમે કલ્પના કરી શકો છો જો એથ્લિટસને રાત્રે સરખી ઊંઘ નહિ આવે તો તેઓ કેવી રીતે સારું પ્રદર્શન કરી શકશે? અન્ય એક યુઝરે કહ્યું કે જ્યારે આ એથ્લિટસ જૂતાંના ડબ્બા પર ઊંઘે છે તો વિચારી શકાય કે તેઓ કેવું પ્રદર્શન કરશે. અન્ય એક યુઝરે લખ્યું કે જેણે પણ વિચાર્યું કે આ એક સારો વિચાર છી તેને નોકરી માંથી કાઢી મૂકવો જોઈએ.