September 19, 2024

ગુજરાતના 48 જળાશયો સંપૂર્ણ ભરાયા, 9 ડેમમાં 90 ટકા પાણી ભરાતા એલર્ટ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 9 જળાશયો 90 ટકા સુધી ભરાતા હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 57.48 ટકા જળસંગ્રહ થયો છે.

ગુજરાતના ડેમની સ્થિતિ

  • હાઈ એલર્ટ પર 57 ડેમ
  • એલર્ટ પર 12 ડેમ
  • વોર્નિંગ પર 10 ડેમ
  • કોઈ વોર્નિંગ/એલર્ટ નહીં – 127 ડેમ

ડેમમાં કેટલા ટકા પાણીનો સંગ્રહ?

  • ગુજરાતમાં કુલ 207 ડેમમાં 56.10% પાણી
  • ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 27.83% પાણી
  • મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 44.04% પાણી
  • દક્ષિણ ગુજરાત માં 13 ડેમમાં 65.58% પાણી
  • કચ્છમાં 20 ડેમમાં 52.23% પાણી
  • સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં 52.16% પાણી
  • નર્મદા સરદાર સરોવર ડેમમાં 57.48% પાણી