December 27, 2024

નાના ખેડૂતો ભારતની ખાદ્ય સુરક્ષાની સૌથી મોટી તાકાત: PM મોદી

Small Farmers Biggest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ (ICAE)નું ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે, એક સમયે ભારતની ખાદ્ય સુરક્ષા વિશ્વ માટે ચિંતાનો વિષય હતો, આજે ભારત વિશ્વને ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષાના ઉકેલો પ્રદાન કરવામાં વ્યસ્ત છે. નોંધનીય છે કે, ભારતમાં 65 વર્ષ બાદ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાત દિવસીય કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી લગભગ 1000 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 40 ટકાથી વધુ મહિલા પ્રતિનિધિઓ છે.

પીએમ મોદીએ ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું કે 65 વર્ષ પહેલા જ્યારે ભારતે મૈસૂરમાં આ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તે સમયે ભારતની ખાદ્ય સુરક્ષા વિશ્વ માટે ચિંતાનો વિષય હતો, આજે ભારત વિશ્વની ખાદ્ય સુરક્ષાની ચિંતા કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ‘ફૂડ સિસ્ટમ ટ્રાન્સફોર્મેશન’ જેવા વિષય પર ચર્ચા કરવા માટે ભારતના અનુભવો મૂલ્યવાન છે. તે ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે ખૂબ જ ફાયદાકારક હોવાની ખાતરી છે. ઉદ્ઘાટન સત્રને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ICEE પ્રમુખ ડૉ. મતિન કૈમ અને નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચંદે પણ સંબોધિત કર્યા હતા.

ભારતના નાના ખેડૂતોની તાકાત
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતની આર્થિક નીતિમાં કૃષિ ક્ષેત્રનું કેન્દ્રિય મહત્વ છે. અહીં, લગભગ 90 ટકા ખેડૂત પરિવારો એવા છે કે જેમની પાસે ખૂબ ઓછી જમીન છે. આ નાના ખેડૂતો ભારતની ખાદ્ય સુરક્ષાની સૌથી મોટી તાકાત છે. એશિયાના ઘણા વિકાસશીલ દેશોમાં આ સ્થિતિ છે. તેથી, ભારતનું મોડેલ ઘણા દેશો માટે ઉપયોગી થઈ શકે છે.