January 15, 2025

વિનેશ પર વ્હાલ વરસ્યુ, સોશિયલ મીડિયા પર મીઠડી સ્નેહધારા વરસી

Vinesh Phogat: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને ઓલિમ્પિકમાંથી બાકાત કરી દેવાતા દરેક ભારતીય દુઃખી છે. વિનેશ ફોગાટ 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશ ફાઇનલમાં પહોંચતા જ બીજા જ દિવસે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ વધારે વજનના કારણે બહાર કરવામાં આવી હતી. પરંતુ વિનેશને સોશિયલ મડિયા યુઝર્સનો ઘણો પ્રેમ મળ્યો હતો. જાણે વિનેશને પ્રેમનો સેલાબ મળી ગયો એમ હોય તેમ ચાહકો સતત એના નામના ટ્ટીટ કે પોસ્ટ મૂકી રહ્યા છે. કેટલાય વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.

100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય
વિનેશ સામાન્ય રીતે 53 કિગ્રા વેઇટ કેટેગરીમાં ફાઇટ કરે છે. પરંતુ આ વખતે તેણે પોતાનું વજન ઘટાડ્યું અને 50 કિગ્રા વેઇટ કેટેગરીમાં ફાઇટ કરી હતી. જો કે વજન માપ્યા બાદ વિનેશે બે મેચ રમી અને જીત મેળવી. વિનેશ ફાઇનલમાં પહોંચી, આખા દેશને ઓછામાં ઓછો સિલ્વર મેડલ જીતવાની આશા પરંતુ તે આ આશા પર પાણી ફરી વળ્યું હતું. વિનેશનું વજન 100 ગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે આ પગલું ભર્યું હતું.

આ પણ વાંચો: મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ સાથે પોઝ આપવાનું સુપરસ્ટારને મોંઘું પડ્યું

આ પણ વાંચો: શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? CASનો નિર્ણય ટૂંક સમયમાં આવશે

પીએમ મોદીએ કહી આ વાત
વિનેશના બહાર નીકળવાની માહિતી મળતા જ પીએમ મોદી સહિત ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિનેશ માટે ખાસ મેસેજ લખ્યા હતા. પીએમે કહ્યું, વિનેશ, તું ચેમ્પિયનની ચેમ્પિયન છે. આખા દેશને તમારા પર ગર્વ છે.

સોશિયલ મીડિયા યુઝર્સનો પ્રેમ મળ્યો
વિનેશને સોશિયલ મીડિયાથી પણ ઘણો પ્રેમ પ્રાપ્ત થયો છે. સતત લોકો વીડિયો ફોટો શેર કરી રહ્યા છે. ક યુઝરે કહ્યું કે તમારું વધારાનું 100 ગ્રામ અજય મેડલને કારણે છે, જે તમે લાંબા સમયથી પહેરી રહ્યા છો. અન્ય એક યુઝરે લખ્યું કે ક્યારેક માત્ર 100 ગ્રામ વજન તમારા સપનાને તોડી નાખે છે. અન્ય એક યુઝરે લખ્યું, વિનેશ, તું ભલે હારી ગઈ હોય, પરંતુ અમારા દિલમાં તું હંમેશા વિજયી માનવામાં આવશે.