January 15, 2025

ગાંધીનગર ખાતે ફાર્માટેક અને લેબટેક એક્સ્પોનો શુભારંભ, ઋષિકેશ પટેલે કરાવ્યો પ્રારંભ

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર ખાતે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 17માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બંને મંત્રીઓએ એક્સપોનો શુભારંભ કરીને પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2024 સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની ૧૭મી આવૃત્તિનું થીમ નવીનતા, ટેકનોલોજી અને નોલેજ શેરિંગને પ્રદશન હતું.

ગાંધીનગર ખાતે આજે ફાર્મા ટેક્નોલોજી ઈન્ડેક્સ ડોટ કોમ દ્વારા ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ફાર્મા મશીનરી, લેબ, વિશ્લેષણાત્મક અને પેકેજિંગ સાધનોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ એક્સ્પોમાં વિવિધ આફ્રિકન દેશોના ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો છે. આજે ભારત ફાર્મા ક્ષેત્રે હબ બનવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ આપવામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. જેના પરિણામે ફાર્મા ઉદ્યોગને રાજ્યમાં વધુ વેગ મળ્યો છે. ગુજરાતમાં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોના આયોજનથી ઉદ્યોગ સાહસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાર્મા ક્ષેત્રે નવી બાબતોની આ એક્સ્પોની મુલાકાત લેનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓને ફાર્મા ક્ષેત્રેની મશીનરી કઈ રીતે કામ કરે છે.

પહેલાના સમયમાં કોઈ પણ દવાઓ કે ફાર્મા મશીનો માટે ભારતને અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્રના પરિણામે ‘આત્મનિર્ભર ભારત’થી મોટા ભાગની દવાઓ અને ફાર્મા ક્ષેત્રેની મશીનરીઓ ભારતમાં જ બની રહી છે. દેશમાં હૃદયના રોગ માટે વપરાતા સ્ટેન્ટનું અંદાજિત 50 ટકા ઉત્પાદન ગુજરાતમાં થઇ રહ્યું છે. એજ રીતે આંખમાં જે લેન્સ વપરાય છે જેનો 70 ટકા હિસ્સો ગુજરાતમાં બને છે. અંગોલા, બુર્કિના ફાસો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈથોપિયા, ઘાના, મોઝામ્બિક અને નામીબિયાના આફ્રિકન દેશો ખરીદદારો ભારતીય પ્રદર્શકો સાથે સહભાગી થયા છે. આ મીટનો ઉદ્દેશ્ય બજારની પહોંચને વિસ્તૃત કરવાનો અને ખરીદદારો અને વિક્રેતા બંને માટે મૂલ્યવાન તકો ઊભી કરવાનો છે આ એક્સ્પોમાં નો મુખ્ય ઉદેશ છે.

ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં 400થી વધુ પ્રદર્શકો ભાગ લઇ રહ્યા છે. આ વર્ષના એક્સ્પોમાં બે નવા વિશિષ્ટ પેવેલિયન રજૂ કરાયા છે. જેમાં પમ્પ્સ, વાલ્વ, પાઈપ્સ અને ફિટિંગ્સ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના આવશ્યક કોમ્પોનેન્ટ્સમાં નવીનતમ પ્રગતિ અને નવીનતાઓ અને ફોર્મ્યુલેશન, ન્યુટ્રાસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, API, રસાયણો, ઘટકો, અને ફ્રેગરન્સ જેવા વિષયોને આવરી લેવાયા છે.