September 20, 2024

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લિકર કૌભાંડ કેસમાં જામીન

Manish Sisodia: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં જેલમાં બંધ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સિસોદિયાને જામીન આપ્યા છે. મનીષ સિસોદિયાએ 10 લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન જમા કરાવવા પડશે. આ પછી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, સિસોદિયા ટૂંક સમયમાં તિહાર જેલમાંથી બહાર આવશે.

પાસપોર્ટ જમા કરાવવો પડશે
સુપ્રીમ કોર્ટે શરતો લાદી અને સિસોદિયાને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશઆપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ પૂર્ણ કરવા અંગે ASGનું નિવેદન વિરોધાભાસી છે. સિસોદિયા 18 મહિનાથી જેલમાં છે. સીબીઆઈએ ગયા વર્ષે એટલે કે 26 ફેબ્રુઆરી 2023ના રોજ ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. તે જ વર્ષે 9 માર્ચે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ સિસોદિયાએ મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: PM મોદીએ ‘X’ પર પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો, કરોડો દેશવાસીઓને કરી અપીલ

સિસોદિયાને ત્રણ શરતો પર જામીન
સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે. પહેલું એ કે તેણે 10 લાખ રૂપિયાના બોન્ડ ભરવાના રહેશે. આ સિવાય તેઓએ બે જામીન રજૂ કરવાના રહેશે. જ્યારે ત્રીજી શરત એ છે કે તે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે. આ પહેલા જસ્ટિસ કેવી વિશ્વનાથની બેંચે 6 ઑગસ્ટના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી