September 20, 2024

ઓક્ટોબર પહેલા થઈ શકે છે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત: આઠવલે

શ્રીનગર: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ વર્ષે ઓક્ટોબર પહેલા જમ્મુ અને કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. આઠવલેએ કહ્યું કે ઓક્ટોબર પહેલા મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં, એવું લાગે છે કે જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો આપવામાં આવી શકે છે અને ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.

શ્રીનગરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથેની પોતાની અડધા કલાકની બેઠક દરમિયાન આઠવલેએ કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ પ્રવાસનનો વિકાસ થયો છે. વિદેશીઓ સહિત 2.11 કરોડથી વધુ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા છે. લોકો હવે કાશ્મીર આવતા ડરતા નથી. ઉપરાજ્યપાલ (એલજી)એ મને કહ્યું કે કેટલીક અપ્રિય ઘટનાઓ વચ્ચે હવે શાંતિ પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો: સિસોદિયાને સુપ્રીમમાં જામીન મળતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા આતિષી: WATCH VIDEO

કેન્દ્રીય પ્રધાને પુનરોચ્ચાર કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રીએ કલમ 370 નાબૂદ કરતી વખતે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રીને ફૂલોનો ગુલદસ્તો આપતા એલજી. સ્ત્રોત માહિતી વિભાગ વિધાનસભાની ચૂંટણીઓ અને રાજ્યનો દરજ્જો આપવામાં આવી શકે છે.

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી 10 થી 15 ઉમેદવારો ઉતારશે
મંત્રીએ કહ્યું કે તેમની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 10-15 ઉમેદવારો ઉતારશે. પાકિસ્તાનના ઉશ્કેરણી પર , પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી અહી આતંકવાદીઓ ઘૂસણખોરી કરે છે. મને લાગે છે કે પાકિસ્તાને ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તે પ્રગતિ કરવા માંગે છે તો તેણે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા પડશે.