January 15, 2025

શું નિરજ ચોપરા પોતાની ‘પસંદીદા ગર્લ’ સાથે જ લગ્ન કરશે?

Paris Olympics 2024: ભારતીય એથ્લેટ નિરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો છે. જોકે ભારતીય ચાહકોને ગોલ્ડ મેડલની અપેક્ષા હતી પરંતુ સિલ્વર મેડલ મળ્યું છે. નિરજની જીત બાદ તેની માતા પણ ચર્ચામાં છે. તેમણે એક નિવેદન આપ્યું હતું. નિરજની માતા ઈચ્છે છે કે તે જલ્દી લગ્ન કરી લે. પરંતુ નિરજ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.

નિરજની માતા સરોજ દેવી ચર્ચામાં
નિરજ ચોપરાએ 89.45 મીટરના અંતર સુધી ભાલાને ફેંકવામાં સફળ રહ્યો હતો. ભારતમાં તેમજ અન્ય દેશોમાં તેની ચર્ચા થઈ હતી. આ સાથે નિરજની માતા સરોજ દેવી પણ પોતાના નિવેદનથી ચર્ચામાં આવી હતી. તેમના નવેદનમાં તેમણે અરશદ નદીમ વિશે કહ્યું કે તે પણ તેના પુત્ર જેવો છે. નિરજની માતાએ તેના લગ્ન વિશે કહ્યું કે તે ઈચ્છે છે કે તે જલ્દી લગ્ન કરે.

આ પણ વાંચો: Elon Musk Xને ‘એવરીથિંગ એપ’ બનાવવામાં વ્યસ્ત, આવશે હવે આ નવું ફીચર

પસંદની છોકરી સાથે મેરેજ
નિરજ અત્યારે લગ્ન કરવા માંગતો નથી. નિરજ હજૂ પણ દેશ માટે વધારે મહેનત કરવા માંગે છે. નિરજની માતાએ કહ્યું કે તે તેની પસંદની છોકરી સાથે મેરેજ કરશે. મહત્વની વાત એ છે કે નિરજ કોઈને પસંદ કરે છે અને તેની માતા તેને સ્વીકાર કરે છે. પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે દરેક ભારતીયને આશા હતી કે નિરજ ગોલ્ડ લાવશે. પરંતુ તેમની આશા નિરાશા સાબિત થઈ હતી.