January 15, 2025

વિનેશ ફોગાટને લઈને ચુકાદો ટળ્યો, હવે કાલે CAS કરશે નિર્ણય

Silver Medal For Vinesh Phogat: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ રાહ જોઈ રહ્યા છે કે CAS તેમને સિલ્વર મેડલ આપવાની અરજી પર શું નિર્ણય આપે છે? જોકે, વિનેશ ફોગાટે હજુ વધુ રાહ જોવી પડશે. કારણ કે CASએ ચુકાદાની તારીખ 11મી ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. રમતોની મધ્યસ્થતા કરતી કોર્ટ CAS એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે નિર્ણય હવે 11 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે, એટલે કે વિનેશે વધુ 24 કલાક રાહ જોવી પડશે.

જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે વિનેશ ફોગાટની અયોગ્યતાના કેસનો નિર્ણય 11 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે આવશે. જણાવી દઈએ કે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ વિનેશ ફોગાટને 50 કિગ્રા કેટેગરીની મહિલા કુશ્તીની ફાઈનલ મેચ પહેલા અયોગ્ય ઠેરવી દીધી હતી. કારણ કે, તેનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ ફોગાટ અને UWW બંનેને તેમના વકીલો પસંદ કરવાની તક આપવામાં આવી હતી.

વિનેશ ફોગાટે 7 ઓગસ્ટે પોતાના ડિસ્કવોલિફિકેશન સામે અપીલ દાખલ કરી હતી અને ગત શુક્રવારે થયેલી સુનાવણીમાં તે પોતે હાજર રહી હતી. પહેલા ફ્રેન્ચ વકીલોએ ભારતીય કુસ્તીબાજ વતી દલીલો રજૂ કરી, ત્યારબાદ UWW વકીલોએ પણ તેમનો પક્ષ રજૂ કર્યો. ત્યારબાદ, સેનેટર એડવોકેટ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાએ પણ આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘ વતી દલીલો રજૂ કરી હતી.