January 15, 2025

ભારતીય બેડમિન્ટન સ્ટારે પેરિસ ઓલિમ્પિક પછી તરત જ કરી લીધી સગાઈ

Srikanth Kidambi Engagement With Shravya Varma: પેરિસ ઓલિમ્પિક્સ 2024 આજે એટલે કે આજના દિવસે સમાપ્ત થઈ જશે. પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ટીમનું અભિયાન પૂર્ણ થઈ ગયું છે. ભારતે આ વખતે ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા જોકે 7માં મેડલ અંગે નિર્ણય આવવાનો બાકી છે. ગયા વખતે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને 7 મેડલ મળ્યા હતા. આ વખતે ભારતને બેડમિન્ટનમાં કોઈ પણ મેડલ મળ્યો નથી. ઓલિમ્પિક્સ પૂર્ણ થતાની સાથે ભારતના બેડમિન્ટન સ્ટાર શ્રીકાંત કિદામ્બીએ સગાઈ કરી લીધી. જેના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા કરી પોસ્ટ શેર
શ્રીકાંતે તેની સગાઈની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેણે એક પ્રખ્યાત સ્ટાઇલિશ શ્રવ્યા વર્મા સાથે સગાઈ કરી છે. બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પર સગાઈનો ફોટો શેર કર્યો હતો. મોટા ભાગના ખેલાડીઓએ તેને કોમેન્ટમાં અભિનંદન પાઠવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ પણ શુભકામના પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શ્રીકાંત કિદામ્બી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્યો ન હતો. પેરિસ ઓલિમ્પિક 2024 માટે તે ક્વોલિફાય થયો ના હતો. તેના ખરાબ પ્રદર્શનને કારણે તે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ શક્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Srikanth Kidambi (@srikanth_kidambi)

આ પણ વાંચો:અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા

નિર્ણય આવવાનો બાકી છે
ઉલ્લેખનીય છે કે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે. કુસ્તીમાં વિનેશ ફોગાટના સિલ્વર મેડલ અંગે નિર્ણય લેવાનો બાકી છે. વિનેશનું વજન કરતા તેનો વજન 00 ગ્રામ વધારે હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે સિલ્વર મેડલની માંગણી કરી હતી, જેના પર નિર્ણય આવવાનો બાકી છે. આ નિર્ણય આજના દિવસે આવી શકે છે