September 21, 2024

આ ખેડૂતોને નહીં મળે PM Kisan Yojanaના આગામી હપ્તાના પૈસા, જાણો કેમ

PM Kisan Yojana: કેન્દ્ર સરકાર ભારતના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં ખેડૂતોને અલગ-અલગ ફાયદાઓ મળે છે. ગરીબ ખેડૂતોને આર્થિક મદદ પહોંચાડવા માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2019માં મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી.

આ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને રૂ.6000 તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર દ્વારા આ રકમ મોકલવામાં આવે છે. ચાર-ચાર મહિનાઓના અંતરાલ પર બે-બે હજારના કૂલ ત્રણ હપ્તામાં ખેડૂતોને આ રકમ મોકલવામાં આવે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 17મો હપ્તો નાંખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારે વરસાદ પછી અમરનાથ યાત્રા સ્થગિત, બાલતાલ રૂટ પર તાત્કાલિક સમારકામના આદેશ

હવે ખેડૂતો આ યોજનાનાં 18માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા 18માં હપ્તાનો લાભ કેટલાક ખેડૂતોને મળી શક્શે નહીં. જે ખેડૂતોએ અત્યાર સુધીમાં કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી નથી. તે ખેડૂતોને યોજનાનો આગામી હપ્તો અટકી શકે છે. આ સાથે જ જે ખેડૂતોએ હજુ સુધી ભૂલ સત્યાપનની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમનો પણ આગામી હપ્તો અટકી શકે છે.