January 15, 2025

નિરજ પછી મનુ ભાકર પણ કેમ લેશે બ્રેક?

Manu Bhaker Break: ભારતની સ્ટાર શૂટર અને પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકર હવે થોડો સમય આરામ કરવા જઈ રહી છે. મનુએ શૂટિંગમાં બે મેડલ જીત્યા છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે એક જ ખેલાડીએ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હોય. આ બંને મેડલ બ્રોન્ઝ મેડલ છે. હવે એક માહિતી સામે આવી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મનુ ભાકર લાંબો બ્રેક લેવાની છે. તેના કોચએ આ વિશે માહિતી આપી છે.

મનુ ભાકર લાંબો બ્રેક લેશે
ઓલિમ્પિકની તૈયારીમાં સતત વ્યસ્ત રહ્યા બાદ મનુ ભાકર લાંબો બ્રેક લેવા જઈ રહી છે. તેના કોચ અને પૂર્વ શૂટર જસપાલ રાણાએ આ વાત કહી છે. આવી સ્થિતિમાં મનુ ભાકર આગામી કોઈ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. ભારતમાં ઓક્ટોબરમાં શૂટિંગ વર્લ્ડ કપ યોજાવાનો છે. જેના કારણે પેરિસ ઓલિમ્પિક 2024માં બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકર ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપમાંથી બહાર રહી શકે છે. તે ત્રણ મહિનાનો બ્રેક લેવાનું વિચારી રહી છે.

આ પણ વાંચો: ઈશાન કિશનને મળી સુવર્ણ તક, અચાનક મળી કેપ્ટનશિપની મોટી જવાબદારી

મનુના કોચે આપી માહિતી
મનુના કોચ જસપાલ રાણાએ એક મીડિયા સાથેની વાતમાં કહ્યું કે તે નથી જાણતો કે તે ઓક્ટોબરમાં વર્લ્ડ કપ રમશે કે કેમ કારણ કે તે ત્રણ મહિનાનો બ્રેક લઈ રહી છે. રાણાએ કહ્યું કે મનુ લાંબા સમયથી સખત મહેનત કરી રહી છે. તેથી તે બ્રેક લેશે. જસપાલે કહ્યું કે બ્રેક પછી તે 2026 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ પર કામ કરશે. જે સમયે કે શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે તે સમયે મનુ બ્રેક પર હશે.