December 26, 2024

રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ

રશિયા અને યુક્રેન વચ્ચે સતત તણાવ જોવા મળી રહ્યો છે. ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે રશિયાની સાંસદે એક નવા કાયદાને મંજૂરી આપવામાં આવી છે. આ કાયદા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ રશિયન સેનાની ટીકા કરશે તો તેમની સંપત્તિ તેમજ બીજી કિમતી વસ્તુઓ સરકાર જપ્ત કરી શકશે.

ગૃહમાં આ કાયદો પસાર
રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કરવાની શરુઆત કરવામાં આવી હતી. જે બાદ આ યુધ્ધની ટીકા કરનારા અને સેના માટે અપમાન જનક શબ્દોનો પ્રયોગ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે હવે તો યુધ્ધ લંબાઈ ગયુ છે. જેના કારણે લોકો હવે કોઈ એવા અશબ્દોનો પ્રયોગ કરશે તો તેની સામે કાયદો લાગુ કરી શકાશે. આ કાયદો ડયુમા તરીકે ઓળખાતી રશિયન સંસદમાં નીચલા ગૃહમાં આ કાયદો પસાર થઈ ગયો છે.

આ પણ વાચો: ચીનમાં આગમાં હોમાઈ 25 જિંદગી, સ્થાનિક તંત્ર પાસે નથી ઘાયલ લોકોના આંકડા

સંપત્તિ જપ્ત કરવાની સત્તા
રશિયન સંસદના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિને સાંસદોને જણાવ્યું હતું કે અત્યાર સુધી જે પણ કાયદા અમલમાં હતા તે ટીકાકારોને રોકવા માટે પૂરતા નહતા. રશિયાની સેનાની ટીકા કરનારા રશિયામાં રહીને રશિયાની જ ટીકા કરે છે. પોતાની પ્રોપર્ટી ભાડે આપે છે અને કમાણી કરે છે. રશિયામાં રહીને યુક્રેનના નાઝી શાસનનુ સમર્થન કરે છે. વધુમાં તેમણે કહ્યું કે દેશની સુરક્ષાને જોખમમાં નાંખતા આવા તત્વો આપણા દેશના સૈનિકોનું, નાગરિકો અપમાન કરે તે સાંખી નહીં લેવામાં આવે. અત્યાર સુધી કાયદા પ્રમાણે યુધ્ધ અંગે ખોટી જાણકારી ફેલાવનારા લોકોની સામે પહેલા કેસ ચલાવવામાં આવે છે પરંતુ હવે નવા કાયદા હેઠળ સરકારને તેમની સંપત્તિ જપ્ત કરવાની પણ સત્તા મળશે.

આ પણ વાચો: યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન વિમાન ક્રેશ, તમામ કેદીઓના મોત

અમેરિકાનો ઈરાક પર ડ્રોન હુમલો
અમેરિકાએ ફરી એકવાર ઈરાક પર જોરદાર મિસાઈલ અને ડ્રોન ઘાતક હુમલો કર્યો છે. ઈરાન સમર્થિત મિલિશિયા આતંકવાદીઓના 3 ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. એક માહિતી અનુસાર ઈરાન સમર્થિત આ આતંકવાદી જૂથે ઈરાકમાં ઘણી વખત અમેરિકન સુરક્ષા દળો ઉપર હુમલો કર્યો હતો. જેના કારણે અમેરિકાએ બદલો લીધો છે અને ઈરાન સમર્થિત આ આતંકવાદી જૂથ પર હુમલો કર્યો છે.