September 20, 2024

કોલકત્તા કાંડને લઈ ગાંધીનગર GMERSનો અજીબ નિર્ણય, તબીબ મહીલાઓને એકાંતમા ન રહેવા સુચના

ગાંધીનગર: કોલકાતાની મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ દેશમાં અલગ-અલગ રાજ્યની સરકારો એક્શનમાં આવી છે. અને રાજ્યના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટે રાજ્યની તમામ મેડિકલ કોલેજો, સરકારી સહાયિત અને ખાનગી કોલેજોમાં ડોકટરો, વિદ્યાર્થીઓ અને નર્સોની સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા આપી છે. ત્યાં જ હવે કોલકત્તા કાંડને લઈ ગાંધીનગર GMERSનો અજીબ નિર્ણય સામે આવ્યો છે. ગુજરાતની ગાંધીનગર GMERSના ડિન એ અજીબ આદેશ આપતા તબીબ મહિલાઓને એકાંતમા ન રહેવા સુચના આપવામાં આવી છે.

ગાંધીનગર GMERSના ડિન એ અજીબ આદેશ આપતા તબીબ મહિલાઓને એકાંતમા ન રહેવા સુચના આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં કોલકત્તાની આર જી કર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટરની હત્યાનો બનાવ બનેલ છે જેનાથી સર્વે સુવિદિત છો, આ બનાવની ગંભીર નોંધ લેતા અત્રેની મેડીકલ કૉલેજની અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર/સિનીયર રેસીડન્ટ મહિલા ડૉક્ટરો ફરજ બજાવે છે તેઓને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતમાં હત્યાનો ભેદ ઉકેલાયો, સચિન પોલીસે કરી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ

વિદ્યાર્થીનીઓ તથા મહિલા રેસીડન્ટ ડૉક્ટરોએ એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવું અને ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે, રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને જરૂરી હોય તો અન્ય એક-બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું.

હોસ્ટેલ કે કૉલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર-જવર જણાયતો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારીને કે નજીકની વ્યક્તિને અથવા તો મહિલા હેલ્પ લાઈન નંબર-181 પર જાણ કરવી. ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ તમામ વિદ્યાર્થીનીઓ/મહિલા ડૉક્ટરો સાથે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તેવી સાવચેતી રાખવા જણાવવામાં આવે છે.

આમ ગાંધીનગર GMERSના આવા પરિપત્રો બાહર પાડી ગુજરાત પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતું બોય તેમ લાગી રહ્યું છે. ત્યાં જ રાજ્યના પાટનગરમાં જ મહીલાઓની સુરક્ષા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.