December 27, 2024

હાર્દિક પંડ્યા ડિવોર્સ બાદ કરી રહ્યો છે ઇન્જોય, ફોટો વાયરલ

Hardik Pandya Instagram Post: હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં હાર્દિક પંડ્યા પાણીમાં ઇન્જોય કરતા જોવા મળી રહ્યો છે. ભારતીય ઓલરાઉન્ડરનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યા છે બ્રેક પર
ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ બ્રેક પર છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા અલગ અલગ સ્થળ પર રજા માણી રહ્યો છે. જેના ફોટા તે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા ભારત અને શ્રીલંકાની 3 ODI મેચોની શ્રેણી રમાઈ હતી. તે દરમિયાન હાર્દિક તે શ્રેણીનો ભાગ નહોતો. હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક પર છે. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની T-20 સિરીઝથી વાપસી કરી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 T20 મેચોની સીરીઝ રમાશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાશે. બીજી T20 9 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

આ પણ વાંચો: યુવરાજ સિંહ પર બની રહી છે બાયોપિક, જાણો કયો એક્ટર ભજવશે પાત્ર?

ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂઆત થવાની છે. આ પછી બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી રમાવાની છે. ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી રમાશે. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલને જોતા આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.