December 22, 2024

નેપાળમાં મોટી દુર્ઘટના, 40 ભારતીય મુસાફરોની બસ નદીમાં ખાબકી, 14ના મોત

Nepal Bus Accident: નેપાળથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. 40થી વધુ ભારતીય મુસાફરોને લઈને જઈ રહેલી એક બસ નદીમાં ખાબકી ગઈ છે. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થાય છે. જ્યારે 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 લોકો બોલી શકે એટલા સક્ષમ છે. અન્ય મુસાફરોની સારવાર ચાલી રહી છે. પોલીસ પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું કે બસમાં માત્ર 40 મુસાફરો હતા.

સિનિયર પોલીસ અધિક્ષક રવિન્દ્ર રેગ્મીએ જણાવ્યું કે બાકીના મુસાફરોની શોધખોળ ચાલુ છે. બચાવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. મુસાફરોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. કેટલાક લોકો અત્યારે બોલી શકતા નથી. તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કેટલી સહાય મળશે

નેપાળ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ તનહુન જિલ્લામાં માર્સયાંગડી નદીમાં ખાબકી હતી. જિલ્લા પોલીસ કચેરી તનહુનના ડીએસપી દીપકુમાર રાયાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે UP FT 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.