September 21, 2024

દ્વારકાધીશની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ

Rain In dwarka: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તમામ વિસ્તારમાં નદીઓમાં નવા પાણીની આવક થઈ છે. ત્યારે આજે સવારે દ્વારકાધીશની ધજા અડધા દંડે ધજા ફરકાવાઈ છે. આપત્તિ આવતી હોય તે સમયે દ્વારકાધીશની આ રીતે ધજા ફરકાવામાં આવે છે. સલામતી માટે 52 ગજની ધજા ફરકાવામાં આવે છે.

જન્માષ્ટમીમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં વરસાદનું આગમન ઘણા સમયથી થઈ ગયું હતું. પરંતુ કોઈ પણ નદી કે ડેમમાં પાણીની આવક થઈ ના હતી. આ સાથે થોડો થોડો વરસાદ પડીને જતો રહેતો હતો. જેના કારણે પાકને પૂરતી માત્રમાં પાણી મળ્યું ના હતું, આખરે વરસાદ આવતાની સાથે ખેડૂતને રાહત થઈ છે. આજે સવારે દ્વારકાધીશની ધજા અડધા દંડે ધજા ફરકાવાઈ છે. આપત્તિ આવતી હોય તે સમયે દ્વારકાધીશની આ રીતે ધજા ફરકાવામાં આવે છે. સલામતી માટે 52 ગજની ધજા ફરકાવામાં આવે છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરુણ દેવનો પ્રકોપ, નદીઓ થઈ ઓવરફ્લો

રાજ્યભરમાં ડેમ થયા ઓવરફ્લો
ગુજરાતમાં 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે  ગુજરાતમાં મોટો ભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તમામ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. ધોળીધજા ડેમ, મધર ઇન્ડિયા ડેમ, કડાણા ડેમ, મચ્છુ ડેમ, માછણનાળા ડેમ, સરદાર સરોવર નર્મદા ડેમ, ભોગાવો નદી ઓવરફ્લો થઈ ગયા છે. વરસાદનું આગમન થતાની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે વરસાદની સિઝન આવી ગઈ હતી છતાં જોઈએ તેવો વરસાદ હજૂ સુધી પડ્યો ના હતો. આખરે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી  છે.