January 8, 2025

ટેકઓફ બાદ રશિયન MI-8T હેલિકોપ્ટર ગુમ થયું, 22 લોકો હતા સવાર

Russia: રશિયાથી એક મોટી દૂરઘનના સમાચાર આવી રહ્યા છે. રશિયામાં એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ગુમ થઈ ગયું છે. હેલિકોપ્ટર ક્રેશ થવાની આશંકા છે. જે સમયે હેલિકોપ્ટર ગુમ થયું તે સમયે તેમાં ક્રૂના ત્રણ સભ્યો સહિત કુલ 22 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, રશિયન હેલિકોપ્ટર MI-8T ટેકઓફ બાદ ગુમ થઈ ગયું હતું.

અકસ્માતોનો ઇતિહાસ ધરાવે છે MI-8T હેલિકોપ્ટર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાના MI-8T હેલિકોપ્ટરે શનિવારે રશિયાના પૂર્વ વિસ્તારમાં સ્થિત કામચટકા પેનિનસુલાથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતા. રશિયાની ફેડરલ એર ટ્રાફિક એજન્સીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે વાચકાઝેટ્સ બેઝ પરથી ઉડાન ભરી હતી, પરંતુ હેલિકોપ્ટર સમયસર તેના ગંતવ્ય સ્થાને ન પહોંચતાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કંગનાની ‘ઇમરજન્સી’ વિવાદમાં, SADની સેન્સર સર્ટિફિકેટ રદ્દ કરી રિલીઝ રોકવા માંગ

MI-8T એક ટ્વીન એન્જિન હેલિકોપ્ટર છે, જેને વર્ષ 1960માં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. રશિયા સિવાય આ હેલિકોપ્ટરનો ઉપયોગ અન્ય ઘણા દેશો દ્વારા પણ કરવામાં આવે છે, પરંતુ આ હેલિકોપ્ટર ક્રેશ થવાનો પણ લાંબો ઈતિહાસ ધરાવે છે.