ફિલિપાઇન્સમાં ભારે વરસાદના કારણે શાળા અને કચેરીઓ બંધ
Philippines Floods: ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂરના કારણે સરકારી કામકાજને પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. મેરીકીના નદીના કાંઠે રહેતા હજારો લોકોને પૂરની સંભાવનાને કારણે તેમના ગામો છોડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
લોકોને આપવામાં આવી ચેતવણી
મનીલા સહિત દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. અહીં તોફાની વાતાવરણને કારણે તમામ સ્તરે શાળાઓ અને મોટાભાગની સરકારી કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે. નદીમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવા લાગ્યો હતો. જે પછી સવારે સાયરન વગાડીને લોકોને ચેતવણી આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે હજૂ પણ પાણીમાં વધારો થાય તો તે સ્થળાંતર કરવા માટે લોકો તૈયાર રહે તેવી સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: મોદીએ ભારતીય પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે ફોન પર વાત કરી, ખેલાડીઓના કર્યા વખાણ
24 ફ્લાઇટ્સ સ્થગિત
કોસ્ટ ગાર્ડના જવાનોએ રવિવારે પાણીમાં ડૂબી ગયેલા બે ગામના લોકોને થઈને 40 ગ્રામજનોને બચાવવામાં આવ્યા છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે અંદાજે 2,400 મુસાફરો અને કાર્ગો ક્રૂ ફસાયેલા હતા. તોફાની હવામાનને કારણે લગભગ 24 જેટલી ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.