September 19, 2024

હાઈ જમ્પમાં પ્રવિણ કુમારનો ‘ગોલ્ડન કૂદકો’, ભારતના ફાળે આવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

Praveen Kumar Gold Medal: દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના રહેવાસી પેરા એથલીટ પ્રવીણ કુમારે સતત બીજી પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતી લીધો છે.  પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

છઠ્ઠો ગોલ્ડ મેડલ
ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં છઠ્ઠો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ભારતીય એથ્લેટ પ્રવીણ કુમારે પુરૂષોની ઉંચી કૂદ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગોલ્ડ મેડલ જીતતાની સાથે હવે ભારતના ખાતામાં 26 મેડલ થઈ ગયા છે. પ્રવીણે આ ઇવેન્ટની ફાઇનલમાં 2.08 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. તેણે ગત પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. પ્રવીણના આ મેડલ સાથે ભારતની મેડલ સંખ્યા 26 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો; હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં દિવસ 9 (શુક્રવાર, 6 સપ્ટેમ્બર) માટે ભારતનું શેડ્યૂલ

પેરા નાવડી
યશ કુમાર – પુરુષોની KL1 200M હીટ્સ- બપોરે 1:30

પેરા એથ્લેટિક્સ
સિમરન – મહિલા 200M T12 રાઉન્ડ 1- ​​1:38 PM

પેરા નાવડી
પ્રાચી યાદવ – મહિલા VL2 200M હીટ્સ- બપોરે 1:50

પેરા એથ્લેટિક્સ
દીપેશ કુમાર – પુરુષોની ભાલા ફેંક F54 ફાઇનલ – બપોરે 2:07

પેરા એથ્લેટિક્સ
દિલીપ ગાવિત – પુરુષોની 400M T45, T46, T47 રાઉન્ડ 1- ​​2:50 PM

પેરા નાવડી
પૂજા ઓઝા – મહિલા KL1 200M હીટ્સ- બપોરે 2:55

પેરા એથ્લેટિક્સ
પ્રવીણ કુમાર – પુરુષોની ઊંચી કૂદ T44, T62, T64 ફાઇનલ – બપોરે 3:21

પેરા પાવરલિફ્ટિંગ
કસ્તુરી રાજામણી – મહિલાઓની 67 કિગ્રા ફાઈનલ – રાત્રે 8:30 કલાકે

પેરા એથ્લેટિક્સ
ભાવનાબેન ચૌધરી – મહિલા ભાલા ફેંક F46 ફાઇનલ – રાત્રે 10:30

પેરા એથ્લેટિક્સ
સોમન રાણા અને હોકાટો સેમા – પુરુષોનો શોટ પુટ F56, F57 ફાઈનલ – 10:34 PM