September 20, 2024

જનતાને અટલજી કરતાં પીએમ મોદી પર વધારે વિશ્વાસ: જમ્મુ કાશ્મીરમાં બોલ્યા અનુરાગ ઠાકુર

Jammu Kashmir Assembly Election 2024: જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ થવા જઈ રહી છે જેને લઈને સાગર દેશમાં જમ્મુ કાશ્મીરના રાજકારણની ચર્ચા થઈ રહી છે. તો, આ દરમિયાન, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરની જનતાને પૂર્વ પીએમ. અટલ બિહારી વાજપેયી કરતાં વધારે વિશ્વાસ નરેન્દ્ર મોદી પર છે.

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 70 વર્ષમાં દેશના અન્ય રાજ્યો જ્યાં આગળ વધી રહ્યા હતા, તો અહી જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા હતા અને આતંકવાદ ફેલાયેલો હતો. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો પર અત્યાચાર ગુજારીને તેમને પલાયન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC) પર નિશાન સાધ્યું હતું. ઠાકુરે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં હવે કલમ 370 પરત નહીં આવી શકે અને આ લોકો (કોંગ્રેસ-NC) કલમ 370 પાછી લાવવા માંગે છે, કારણ કે આ લોકો પથ્થરબાજ આતંકવાદીઓને પાછા લાવવા માંગે છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ષડયંત્ર કરીને ખિચડી રાંધી રહ્યા છે.

“જમ્મુ કાશ્મીરમાં હવે હવે ડબલ એન્જિન સરકાર”
અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરને આતંકવાદમાંથી બહાર કાઢ્યું છે અને હવે અમે તેની માવજત કરીશું. તો, સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં પણ હવે ડબલ એન્જિન સરકાર હશે. ભાજપ સાંસદે આગળ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનો મતલબ આફત છે. જ્યારે ભાજપ તેમના માટે રાહત આપી રહી છે.

આ પણ વાંચો: શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલમાં બબાલ, વિદ્યાર્થિનીનાં પિતાએ થારથી ગેટ તોડ્યો

‘NC-કોંગ્રેસનું કામ અફઝલ ગુરુના ગુણગાન ગાવાનું છે’
ભાજપના નેતા અનુરાગ ઠાકુરે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે તેમનું કામ અફઝલ ગુરુના ગુણગાન ગાવાનું છે અને તેમની પાસે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કોઈ રોડ મેપ નથી. એટલા માટે તેઓ શંકરાચાર્યનું નામ બદલીને તકે સુલેમાન કરવા માંગે છે.

પાકિસ્તાનનું સમર્થન કરવા પાછળ તેમની શું મજબૂરી?
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા કોંગ્રેસ સાથે મળીને પીએમ મોદીને ખતમ કરી દેવા માંગે છે અને આતંકવાદીઓ, ડ્રગ તસ્કરો, પથ્થર બાજો અને અલગાવવાદીઓને મુક્તિ કરી રહી છે. તેનાથી ખ્યાલ આવે છે કે તેઓ જમ્મુ કાશ્મીરની અધોગતિ કરવા માંગે છે. પાકિસ્તાનનું સમર્થન કરવા માટે તેમની શું મજબૂરી છે? અમે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ ઈચ્છીએ છીએ.