December 23, 2024

surat:બદલીનો ઓર્ડર આવતા શિક્ષિકા આકરાપાણીએ… શાળામાં હોબોળો કરતો Video વાયરલ

સુરતના ભેસ્તાનમાં શિક્ષિતાનો હોબાળો કરતો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. શિક્ષિકાને બદલીનો ઓર્ડર આવતા બબાલ કરી હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો SMC સંચાલીત શાળાના શિક્ષિકાનો છે. તેમજ 27મી જાન્યુઆરીનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર સુરતના ભેસ્તાનનો એક વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શિક્ષિકા તેના ઉપરીઅધિકારીઓ સાથે ગેરવર્તન કરતા હોય એવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે આ વીડિયો 27 જાન્યુઆરીનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરતનો આ વીડિયો SMC સંચાલિત શાળાના શિક્ષિકાનો છે. જેમને બદલીનો ઓર્ડર આવતા શાળામાં હોબાળો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શિક્ષિકાએ શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને પણ અપશબ્દ બોલી રહ્યા છે. આ સિવાય વીડીયોમાં જોઇ શકાય છે કે શિક્ષિકા શાળાના મુખ્ય શિક્ષકોને ચંપલ છૂટી મારતા પણ જોઇ શકાય છે. શિક્ષિકાને ઘણા મહિલા શિક્ષકો દ્વારા રોકવામાં આવી રહ્યા છે. શિક્ષિકા દિપાલીબેન જગદેવરાવ વાનખેડેનું ગેરવર્તન વીડિયોમાં જોઈ શકાય છે.