December 21, 2024

Pm Modi Birthday: સોશિયલ મીડિયામાં PM Modi કેટલા તાકતવર?

PM મોદી 102 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૌથી વધુ ફોલો કરાતા વ્યક્તિઓમાંની એક છે. તેમણે માત્ર અન્ય ભારતીય રાજનેતાઓને જ પાછળ છોડ્યા નથી, પરંતુ તેમણે વિશ્વના કેટલાક શક્તિશાળી નેતાઓને પણ પાછળ છોડી દીધા છે. આમાં દુબઈના વર્તમાન શાસક, જો બાઈડેન અને પોપ ફ્રાન્સિસ સામેલ છે. હવે પીએમ મોદી સૌથી વધુ ફોલો કરવામાં આવતા પીએમ બની ગયા છે.

પીએમના ફેસબુક ફોલોઅર્સ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે. દેશમાં સતત ત્રીજી વખત સત્તા પર આવેલા મોદીની લોકોમાં એક અલગ જ લોકપ્રિયતા છે. પીએમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. PM મોદીના ફેસબુક પર 49 મિલિયન (4 કરોડ 90 લાખ) ફોલોઅર્સ છે.

X પર PMના ફોલોઅર્સ
PM મોદીના X પર 102 મિલિયન (10.2 કરોડ) ફોલોઅર્સ છે. X પર ફોલોઅર્સની બાબતમાં પીએમ મોદીએ ઘણા મોટા નેતાઓને પાછળ છોડી દીધા છે. પીએમની રેન્કિંગ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પછી બીજા ક્રમે છે.

ઈન્સ્ટાગ્રામ પર પીએમના ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 91.5 મિલિયન (91.5 કરોડ) ફોલોઅર્સ છે. પીએમ મોદી આ પ્લેટફોર્મ પર કોઈને ફોલો કરતા નથી. તમને જણાવી દઈએ કે PMએ નવેમ્બર 2014માં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું.

આ પણ વાંચો: PM મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત, તેમણે વિશ્વમાં ભારતને પ્રતિષ્ઠા અપાવી: અમિત શાહ

પીએમની યુટ્યુબ ચેનલ
પીએમ નરેન્દ્ર મોદી એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેના પર તેમના 2.55 કરોડ સબસ્ક્રાઈબર્સ છે. આ ચેનલ પર અત્યાર સુધીમાં 27 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. ચેનલના કુલ વ્યૂઝની વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં 6 બિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા છે.

આ સિવાય જો સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓ આ મામલે પીએમ કરતા ઘણા પાછળ છે. રાહુલના ઇન્સ્ટાગ્રામ પર 10.7 મિલિયન (1 કરોડથી વધુ) ફોલોઅર્સ, ફેસબુક પર 7.2 મિલિયન (72 લાખ) ફોલોઅર્સ અને ફેસબુક પર 26.9 મિલિયન (2.69 કરોડ) ફોલોઅર્સ છે. આ સિવાય પ્રિયંકા ગાંધીના ઈન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન (19 લાખ) ફોલોઅર્સ, ઈન્સ્ટાગ્રામ પર 5.8 મિલિયન (58 લાખ) અને ફેસબુક પર 4.7 (47 લાખ) મિલિયન ફોલોઅર્સ છે.