November 24, 2024

રામ મંદિરમાં સુરતના વેપારીએ આપ્યું 101 કિલો સોનુ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ વિદેશમાં હાલ ઉજવણી થઇ રહી છે. થોડા કલાકોમાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઇને રામ મંદિરમાં દુનિયાભરમાંથી ભેટ અને દાન આપવમાં આવી રહ્યું છે. રામ ભક્ત પોતાની ક્ષમતા મુબજ રામ મંદિરમાં ભેટ અને સોગાતો આપવમાં આવી રહ્યાં છે. તાજેતરમાં સુરતના એક હીરાના વેપારીએ 101 કિલો સોનું દાનમાં આપ્યું હોવાની માહિતી સામે આવી છે. આ 101 કિલો સોનાનું દાન રામ મંદિર માટે સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર રામ મંદિર માટે અત્યાર સુધીમાં 5000 કરોડ રૂપિયાથી વધુનું દાન મળી ચૂક્યું છે.

સુરતના હિરાના વેપારી દિલિપકુમાર દ્વારાસોનાનું દાન
ગુજરાતના સુરત શહેરમાં રહેતાં દિલિપ કુમાર વી. લાખીએ રામ મંદિરમાં 101 કિલો સોનાનું દાન આપ્યું છે. દિલિપકુમાર સુરતની એક મોટા ડાયમંડ કંપનીના માલિક છે. મીડિયા રીપોર્ટ અનુસાર ભગવાન રામ મંદિરમાં લાગાવેલ 14 સુવર્ણ જડિત દરવાજા માટે દિલિપકુમારે 101 કિલો સોનું મોકલ્યું છે. એવું માનવામા આવે છે કે રામ નગરીનાં રામ મંદિર ટ્રસ્ટમાં આ સૌથી મોટું દાન આપવમાં આવ્યું છે. ભવ્ય રામ મંદિરમાં સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશુલ, ડમરુ અને મંદિરના સ્તંભોને સજાવવમાં આવ્યો છે. ગર્ભગૃહના દરવાજાની સાથે મંદિરના અંદરના ભાગમાં 14 સુવર્ણ દ્વાર લગાવવામાં આવ્યા છે. જાણકારી અનુસાર રામ મંદિર માટે આજ સુધીનું આ બીજુ સૌથી મોટું દાન કથાવાચક મોરારી બાપુના અનુયાયી રામ મંદિર માટે રૂ. 16.3 કરોડનું દાન આપવામાં આવ્યું છે. આ સિવાય સુરતના હિરાના વેપારી ગોવિંદભાઇ ધોળકીયાએ પણ રામ મંદિરમાં રૂ. 11 કરોડનું દાન આપ્યું છે. ગોવિંદભાઇ ધોળકીયા રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક છે.

આ પણ વાંચો : 2100 કિલોગ્રામની અષ્ટધાતુ ઘંટડીથી લઈને 108 ફૂટની અગરબત્તી, દેશના ખૂણે-ખૂણેથી ભેટો આવી

રામ મંદિરમાં 5000 કરોડ રૂપિયાનું દાન
માહિતી અનુસાર ગત્ત માર્ચ સુધી રામ મંદિરમાં રૂપિયા 3 કરોડથી વધારે દાન મળ્યું હતું. જોકે હવે દાન વધીને હવે 5000 કરોડ રૂપિયાથી વધારે થઇ ગયુ છે. નોંધનીય છે કે અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધી એક હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે રામ મંદિરના નિર્માણનું સંપૂર્ણ કામ પુરુ થાય ત્યાં સુધી લગભગ 300 કરોડ રૂપિયા વધુ ખર્ચ થશે.