રાતે 2 વાગ્યા સુધી કર્યો અભ્યાસ…. અચાનક જ ધોરણ 12ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

Vadodara: રાજ્યમાં અવારનવાર પરીક્ષાની ચિંતામાં આત્મહત્યા કરતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે વડોદરાના હરણીમાં ધોરણ 12ના વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 17 વર્ષીય કિશોર 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. રાત્રે બે વાગ્યા સુધી અભ્યાસ કર્યા બાદ અચાનક આપઘાત કરી લીધો.

મળતી માહિતી અનુસાર ધોરણ 12ના વિદ્યાર્થીએ પરીક્ષાની ચિંતામાં જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સિવાય આપઘાત પહેલા વિદ્યાર્થીએ અંતિમ ચિઠ્ઠી લખી હતી. જેમા હતાશા જણાઈ આવી હતી કે હવે શું થશે. જોકે, હાલ હરણી પોલીસે સ્થળ પર જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે. તેમજ આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ફૂંકાયા ઠંડા પવનો… હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ