October 4, 2024

ગોંડલ માર્કેટ યાર્ડના ચાઇનીઝ લસણ મામલે નોંધાઈ જાણવા જોગ ફરિયાદ

રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ચાઈનીઝ લસણ મળવા મામલે નવો વળાંક આવ્યો છે. ચાઈનીઝ લસણ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે, ફરિયાદી પ્રફુલ ચનીયારા દ્વારા જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉપલેટાના અરફાતભાઈ ઉર્ફે અલ્તાફભાઈએ લસણ આપ્યું હતું. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરિયાદીની પેઢી પર અલ્તાફ ભાઈએ લસણ આપ્યું હતું. જે બાદમાં ચાઇનીઝ લસણ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.

ફરિયાદીએ સમગ્ર મામલે હવે જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને કહ્યું છે કે આરોપીએ તેમને 1.80 લાખની કિંમતનું 30 કટ્ટા ચાઈનીઝ લસણ પધરાવી દીધા હતા.