December 23, 2024

પરિણીત પ્રેમીના ત્રાસથી વીડિયો કોલ પર જ મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત

મિહિર સોની, અમદાવાદ: રાજ્યમાં અવારનવાર આત્મહત્યાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હવે પરિણત પ્રેમીના ત્રાસથી મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરી લીધો છે. પીડિતાએ આપઘતા પહેલા બે સુસાઇડ નોટ પણ લખી છે. તેમજ વીડિયો કોલ પર સતત દબાણ કરતા પ્રેમીના વીડિયો કોલ પર મહિલાએ ગળે ફાંસો ખાઇ આપઘાતની ઘટના સામે આવી છે. જોકે, વાસણા પોલીસે મહિલા પોલીસ કર્મીના આપઘાતને લઇને પ્રેમી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પરણિત પ્રેમીથી કંટાળીને મહિલા પોલીસ કર્મીએ મોતને ગળે લગાવી લીધું છે. મહિલાએ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી તેમજ વીડિયોકોલમાં પ્રેમીની સામે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જોકે, આ મામલે વાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીડિતાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, હું લલિતા પરમાર મરવા માટે મજબુર થઈ છું અને આ જીવનથી કંટાળી ગઈ છું અને મને હવે ખાવા ,પીવા કે કમાણી કરવા જેવી પણ નથી રહેવા દીધી. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, મારાથી સહન નથી થતું જે ભૂલ છે એ જસવંત રાઠોડ છે..જેને મારી જિંદગી ખરાબ કરી નાખી છે..આ અંતિમ શબ્દો એ મૃતક મહિલા પોલીસ કર્મી લલિતા પરમારનાં છે જેને આપધાત કરતા પહેલા સુસાઇડ નોટમાં આપધતનું કારણ પોતાનો પરણીત પ્રેમીના કારણે અંતિમ પગલું ભર્યું છે. 19 વર્ષના પ્રેમથી આ મહિલા પોલીસ એટલી કંટાળી હતી કે તેના પ્રેમી જસવંત સાથે વીડિયો કૉલ પર વાતચીત કરતાં જ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. જેને વાસણા પોલીસે પ્રેમી જસવંત રાઠોડ વિરુદ્ધ દુષ્પ્રેરણાને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે..

સુરેન્દ્ર નગરનાં સોલ્ડી ગામ ની રહેવાસી 29 વર્ષીય લલિતા પોલીસ કર્મી તરીકે પોલીસમાં ભરતી થવાનું સપનું પૂરું કરીને અમદાવાદનાં પાલડી પોલીસ સ્ટેશનમાં પ્રથમ પોસ્ટિંગ કર્યું હતું. છેલ્લા બે માસથી મહિલા પોલીસકર્મી લલિતા પરમાર પાલડી પોલીસ સ્ટેશન ફરજ બજાવતી હતી. પરંતુ તેના પરણીત પ્રેમી જસવંત રાઠોડને પોલીસની નોકરી પસંદ ન હતી, જેથી મહિલા પોલીસ કર્મી લલિતાને સતત નોકરી છોડવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં, તેની પર શંકા રાખીને દિવસ રાત વીડિયો કોલ કરીને તેની જુસુસી કરતો હતો. જોકે લલિતાને કોઈ પણ પુરુષ સાથે વાતચીત નહીં કરવા માટે માનસિક ત્રાસ આપતો હતો.

નોંધનીય છે કે, દરરોજ અશ્લીલ શબ્દો બોલી અપમાનિત કરતો હતો. આ માનસિક ત્રાસથી પરેશાન થયેલી લલિતાએ આત્મહત્યા કરવાનો અંતિમ નિર્ણય લીધો હતો. વાસણા પોલીસે આપધાત કેસ બાદ આરોપી જશવંત રાઠોડની ધરપકડ માટે તેના ઘરે પહોંચી હતી પરંતુ ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે જુદી જુદી ટીમ બનાવી તેની શોધખોળ શરૂ કરી છે.

આરોપી જશવંત રાઠોડ અને લલિતા એક જ ગામમાં રહેતા હતા. જશવંતને લલિતા બાળપણથી પ્રેમ કરતી હતી. જોકે જશવંત લલિતા કરતા 10 વર્ષ મોટો છે અને પરણીત છે. છતાં પણ પ્રેમ સબંધ હતો. જે બન્નેના પરિવારને જાણ ન હતી. જેથી મહિલા પોલીસ કર્મી કોઈને કહી ન શકી અને ત્રાસ આપતા તેને આપધાત કરી લીધો. જે મામલે વાસણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે..