July 2, 2024

Rajkotના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 24 મૃતદેહો મળ્યા

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા દૂર-દૂર સુધી આગના ગોટેગોટા નજર આવી રહ્યા છે. ત્યાં જ ગેમ ઝોનમાં અનેક લોકો અંદર હોવાની આશંકા પણ વ્યકત કરાઇ રહી છે. હાલ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 24 મૃતદેહો મળ્યા હોવાની  વિગતો મળી રહી છે.

આશંકા વ્યક્ત કરાઇ
હાલમાં વેકેશન હોવાથી આ TRP ગેમ ઝોનમાં બાળકો પણ હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જોકે આટલી મોટી આગની ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગ અને 108 સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

ગેમઝોન બળીને ખાખ
ગેમઝોનમાં હજૂ પણ લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ આખું ગેમઝોન બળીને ખાખ થઈ ગયું છે. આ આગમાં બે બાળકોના  મોત થયા હોવાની વિગતો મળી રહી છે. હજૂ પણ મોતનો આંકડો વધી શકે છે. હાલ રમેશ ટિલાળા પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા છે.

આ પણ વાંચો:  Chhattisgarhમાં દારૂખાનાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 લોકોનાં મોત

ફાયર ફાઇટરની મદદ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભીષણ આગની આ ઘટનામાં ફાયર વિભાગના કર્મચારીઓને 24 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્યાં જ આ ઘટનામાં મોતનો આંકડો વધવાની પણ શક્યતાઓ છે. ત્યાં જ પ્રત્યશ્રદર્શીઓ અનુસાર આગની ઘટનાના પગલે લોકોમાં નાસભાગ જોઇ હોવાનું જણાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા TRP ગેમ ઝોનની આસપાસ એકઠી થતી ભીડને દૂર કરાઇ રહી છે અને ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ફાઇટરની મદદ લઇ રહી છે.

આ પહેલા અમદાવાદના બોપલના TRP મોલમાં આગ
આ પહેલા અમદાવાદના બોપલના TRP મોલમાં આગ 2 મહિના પહેલા આગ લાગી હતી. શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પાંચમા ફ્લોર પર આવેલા ગેમિંગ ઝોનથી આગની શરૂઆત થઈ હતી. આગ લાગવાને કારણે સામે આવેલા પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાને કારણે મોલમાં આવેલી દુકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.