ભૂકંપના આંચકાથી મ્યાનમારની ધરા ધ્રુજી, તીવ્રતા 4.2 નોંધાઈ
Earthquake in Myanmar: ભૂકંપના આંચકાથી ફરી એકવાર મ્યાનમારની ધરા ધ્રૂજી ઉઠી છે. મ્યાનમારમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર સવારે સાડા છ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 70 કિલોમીટરની ઊંડાઈમાં જોવા મળ્યું હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે.
EQ of M: 4.2, On: 14/12/2024 06:35:27 IST, Lat: 25.47 N, Long: 97.02 E, Depth: 70 Km, Location: Myanmar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/N6Z7cSGt40— National Center for Seismology (@NCS_Earthquake) December 14, 2024
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં પણ મ્યાનમારમાં 5.3ની તીવ્રતાના ભૂકંપથી ગભરાટ ફેલાયો હતો. આ વર્ષે અત્યાર સુધી મ્યાનમારમાં દર મહિને ભૂકંપના આંચકા આવ્યા છે. તેથી, દેશના ભૂકંપ કેન્દ્રે પહેલાથી જ લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.