November 22, 2024

પ્રેમિકા માટે બિહારનો એક યુવક બન્યો પાકિસ્તાન જાસૂસ, ભરૂચથી કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: આર્મી ઈન્ટેલિજનના MI ઉદ્દમપુર યુનિટ દ્વારા પાકિસ્તાન જાસૂસને લઈને મળેલા ઇનપુટને લઈને CID ક્રાઈમએ ભરૂચથી પ્રવીણ મિશ્રા નામના યુવકની ધરપકડ કરી છે. આ આરોપી ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનના ISISના એજન્ટોને મોકલતો હતો. જેમાં લશ્કરી દળોનાં નિવૃત્ત થયેલા તેમજ કાર્યરત અધિકારી અને કર્મચારી માહિતી ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની માહિતી અને ભારતની મિશાઇલ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ અને તેના પાર્ટ્સના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ મોકલતો હતો.

આ માહિતીની આધારે CID ક્રાઈમે પ્રવીણ મિશ્રાની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ જપ્ત કર્યો છે. આ મોબાઈલમાં પાકિસ્તાન ઇન્ટેલિજન એજન્સીના ઓપરેટિવ સાથે વોટ્સએપ ચેટ અને ઓડિયો કૉલ સહિતની અતિ સંવેદનશીલ માહિતી મળી આવી છે. આ પાકિસ્તાન એજન્ટએ યુવકને હનીટ્રેપમાં ફસાવીને માહિતી મેળવતા હતા.

CID ક્રાઇમ એસપી ચૈતન્ય મંડલીક માહિતી આપતા જણાવ્યું હતું કે, પકડાયેલ જાસૂસ પ્રવીણ મિશ્રાની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં પ્રવીણ મિશ્રા સોશિયલ મીડિયા પર બનેલી પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા અને તેનો પ્રેમ મેળવા માટે જાસૂસ બની ગયો હતો. તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાન ઇન્ટેલિજન એજન્ટના દ્વારા ફેસબુક પર ખોટી પ્રોફાઈલ બનાવીને હનીટ્રેપમાં ફસાવયો હતો. ISIS એજન્ટ સોનલ ગર્ગ નામની વ્યક્તિએ પ્રવીણ મિશ્રાને મેસેજ કરીને મિત્રતા કેળવી હતી, ત્યાર બાદ વોટસએપ નંબર આપલે કરી હતી. આ પાકિસ્તાન એજન્ટ ડિફેન્સની માહિતી રસ ધરાવે છે તેવું કહીને પ્રવીણ પાસેથી સુરક્ષા દળની સંવેદનશીલ માહિતી મેળવતો હતો. આ પ્રકારે પ્રવીણે મિસલાઈ અને ડ્રોનને લઈ અનેક સંવેદનશીલ ફોટો અને તેના ડોક્યુમેન્ટ પાકિસ્તાન ISISને મોકલ્યા હતા.

નોંધનીય છે કે, પ્રવીણ મૂળ બિહારના મુઝઝફરપુરનો રહેવાસી છે અને છેલ્લા 9 માસથી ગુજરાતના અંકલેશ્વર જીઆઇડીસી એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. આરોપીએ બેંગલોરથી એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. જે બાદ હૈદરાબાદના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એન્ડ હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડમાં કામ કરતો હતો. જેથી ભારતની મિસાઈલ પાર્ટ્સ અને ડ્રોન સીસ્ટમ પર કામ કરતો હતો જેથી આ સંવેદનશીલ માહિતી સરળતાથી મેળવી શકતો હતો, એટલું જ નહીં આરોપી એ 3-4 મહિનામાં અનેક પ્રતિબંધ સ્થળોની મુલાકાત લઈને તેના ફોટો અને શંકાસ્પદ ડોક્યુમેન્ટ પાકિસ્તાન મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પાકિસ્તાની ISIS એજન્ટો લશ્કરદળ સાથે જોડાયેલા કર્મચારીઓ અને તેના પરિવારજનો ટાર્ગેટ કરતા હતા, ત્યારે આરોપી પ્રવીણ મિશ્રાનો ભાઈ પણ આર્મીમાં ફરજ બજાવે છે જેથી સોશિયલ મીડિયા દ્વારા પ્રવીણને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ફેસબુક કે ઈન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ મોકલીને તેની સાથે મિત્રતા કરતા હતા, ત્યાર બાદ વોટ્સએપ Z ક્લાઉડ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાતા હતા. જે સોફ્ટવેર મૉલવેર વાયરસથી ફોન હેક કરી તમામ માહિતી મેળવી લેતા હતા. આ પ્રકારે પાકિસ્તાન ISIS એજન્ટઓ ગુજરાત ઉપરાંત બિહાર તેમજ આર્મી અને એરફોર્સ નાં અનેક કર્મી અને અધિકારીઓને ટાર્ગેટ કર્યા હોવાનું સામે આવ્યું. તપાસમાં એવું પણ ખુલ્યું છે ISIS એજન્ટઓ કરાચી વોટ્સએપ ઓપરેટ કરતા હતા અને ઇસ્લામાબાદથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઓપરેટ કરી હની ટ્રેપ ફસાવીને જાસૂસ બનાવતા હતા, જોકે CID ક્રાઈમ ને બિહારનાં વધુ એક પાકિસ્તાની જાસૂસની માહિતી મળતાં એક ટીમ બિહાર પકડવા રવાના થઈ છે ત્યારે પાકિસ્તાન ISIS સાથે 20થી વધુ લોકો હનીટ્રેપ નો શિકાર થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.