January 20, 2025

‘…આજ સે મેં ગુંડા હું’, કોર્ટ રૂમની અંદરનો વીડિયો વાયરલ, વડોદરા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

Vadodara: રાજ્યમાં અવારનવાર વીડિયો વાયરલ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ વડોદરાના કોર્ટ સંકુલમાં યુવાને વીડિયો બનાવી વાયરલ કર્યો છે. જે બાદ વડોદરા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આરીફ શેખ નામના યુવાને કોર્ટ રૂમની અંદર અને પોલીસવાનમાં ઉતરતા વીડિયો બનાવ્યો છે.

મળતી માહિતી અનુસાર હાલ વડોદરામાં આરીફ શેખ નામના યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે બાદ સતત પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે કે, કોર્ટની અંદર વીડિયો કેવી રીતે બનાવી શકે. નોંધનીય છે કે પોલીસ વાનમાંથી યુવાન એટીટ્યુડ સાથે ઉતરી ડોન હોય તેમ ચાલતો જોવા મળ્યો છે. કોર્ટ રૂમની અંદર પણ યુવાને વીડિયો બનાવ્યો છે. જેમા કબૂલ કરતાં હું આજ સે મેં ગુંડા હું ગીત પર વીડિયો બનાવ્યો છે. જોકે વીડિયો વાયરલ થયા બાદ વડોદરા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે આરીફ શેખ આરોપી છે કે રીલ્સ બનાવવા આવું કર્યું તે પોલીસ તપાસનો વિષય છે. યુવાનનો બનાવનાર શખ્સ કોણ છે તેની તપાસ થવી જોઈએ. આરીફ શેખ સામે શું પોલીસ કાર્યવાહી કરશે તે સવાલ પણ ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: પાપલીલા કે વસૂલી! ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક પર આક્ષેપ, પત્ર વાયરલ થતાં મચ્યો ખળભળાટ