April 15, 2025

અભિષેક શર્માએ IPL 2025નો સૌથી લાંબી સિક્સર ફટકારી, જોઈ લો વીડિયો

Abhishek Sharma: અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં એવી શાનદાર બેટિંગ કરી હતી જે ભાગ્યે જ જોવા મળે છે. તેણે એકલા હાથે હૈદરાબાદને જીત અપાવી હતી. આ મેચમાં ઇનિંગની શરૂઆત જ આક્રમક રીતે કરી હતી. ઓનલી 40 બોલમાં તેણે પોતાની સદી પુર્ણ કરી હતી. મોટી ઇનિંગ રમી અને ટીમની જીતમાં સૌથી મોટો હીરો સાબિત થયો હતો.

આ પણ વાંચો: અભિષેક શર્માના પિતા પહેલીવાર મેચ જોવા ગયા અને દિવસ બની ગયો યાદગાર

IPL 2025માં સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો
પંજાબ કિંગ્સના માર્કો જેનસેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઇનિંગની 10મી ઓવર ફેંકી હતી. આ ઓવરના બીજા જ બોલ પર અભિષેક શર્માએ સિક્સર ફટકારી હતી. અભિષેકે ત્રીજા બોલ પર સિક્સર ફટકારી અને બોલ 106 મીટર દૂર રહ્યો હતો. આ સાથે તેણે IPL 2025 માં સૌથી લાંબી છગ્ગો ફટકાર્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે IPLમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બન્યો અને કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો હતો.