ACBએ વર્ષ 2023થી અત્યાર સધી કરેલ ટ્રેપના આંકડા આવ્યા સામે

ગાંધીનગર: ACB દ્વારા વર્ષ 2023થી 26/3/2025 સુધી કરાયેલ ટ્રેપના આંકડા સામે આવ્યા છે. વર્ષ 2023માં 205 ટ્રેપમાં 283 આરોપીઓને ઝડપ્યા હતા. જ્યારે વર્ષ 2024માં 231 ટ્રેપમાં 349 આરોપીઓને ઝડપ્યા હતા. તેમજ વર્ષ 2025માં અત્યાર સુધીમાં 54 ટ્રેપમાં 76 આરોપીઓ ઝડપાયા છે. તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
વર્ષ 2023
- ગૃહ વિભાગમાં 66 ટ્રેપમાં 94 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 38,07,100 લાંચની રકમ.
- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 37 ટ્રેપમાં 49 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 15,95,520 લાંચની રકમ.
- મહેસુલ વિભાગમાં 25 ટ્રેપમાં 32 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 15,70,900 લાંચની રકમ.
- આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગમાં 2 ટ્રેપમાં 3 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 15,000 લાંચની રકમ.
- શિક્ષણ વિભાગમાં 9 ટ્રેપમાં 10 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 2,25,400 લાંચની રકમ.
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 20 ટ્રેપમાં 27 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 9,52,000 લાંચની રકમ.
વર્ષ 2024
- ગૃહ વિભાગમાં 73 ટ્રેપમાં 114 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 51,64,800 લાંચની રકમ.
- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 37 ટ્રેપમાં 52 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 7,36,770 લાંચની રકમ.
- મહેસુલ વિભાગમાં 25 ટ્રેપમાં 37 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 4,93,400 લાંચની રકમ.
- આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગમાં 4 ટ્રેપમાં 4 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 60,000 લાંચની રકમ.
- શિક્ષણ વિભાગમાં 3 ટ્રેપમાં 7 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 1,84,000 લાંચની રકમ.
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 24 ટ્રેપમાં 36 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 25,97,800 લાંચની રકમ.
વર્ષ 2025માં 26/03/2025સુધી
- ગૃહ વિભાગમાં 15 ટ્રેપમાં 18 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 6,12,500 લાંચની રકમ.
- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 10 ટ્રેપમાં 19 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 17,53,200 લાંચની રકમ.
- મહેસુલ વિભાગમાં 9 ટ્રેપમાં 13 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 3,42,500 લાંચની રકમ.
- આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગમાં એક પણ ટ્રેપ નહીં.
- શિક્ષણ વિભાગમાં 2 ટ્રેપમાં 2 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 5000 લાંચની રકમ.
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 1 ટ્રેપમાં 1 આરોપીઓને ઝડપ્યા, ટ્રેપમાં 65,000 લાંચની રકમ.