રાજકોટના માલીયાસણ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 6નાં મોત

Accident News: રાજકોટના માલીયાસણ નજીક અકસ્માત થયો હતો. જેમાં બાળક સહિત 6નાં મોત થયા છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હજૂ લોકો અંદર ફસાયા હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક લોકો બચાવવા માટે આવી પહોંચ્યા હતા. હાલ 5 જેટલી 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ACBની સફળ ટ્રેપ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ લીધા સકંજામાં
આસપાસનાં લોકોએ બચાવ કામગીરી શરૂ કરી
રીક્ષા અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અકસ્માત થતાની સાથે આસપાસનાં લોકો બનાવ સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ બચાવની કામગીરી શરુ કરી હતી. હાલ 5 જેટલી 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
નવાગામનો વાંઝા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો
રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા રાજકોટથી અમદાવાદ તરફ 8થી 10 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે. અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુ થયા છે. નવાગામનો વાંઝા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે એ.સી.પી, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ છેલ્લા 7 વર્ષથી ચાલે છે.
અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે ટ્રક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો અને રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષામાં સવાર 6 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે એકની હાલત ગંભીર છે. માતા-પુત્રી, પતિ-પત્ની સહિત એક જ પરિવારના 6 લોકો મૃત્યુ પામ્યા હતા. પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો અને અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માત સ્થળે ડિવાઇડર હોવાથી અન્ય ટ્રકને બચાવવા જતા અકસ્માત સર્જાયું હતું.
મૃત્યુ પામેલ:-
- શારદાબેન નકુમ (ઉવ,60)
- યુવરાજ નકુમ(ઉવ,30)
- વેદાંશી સાગર સોલંકી (8 મહિના)
- નંદની સાગર સોલંકી (ઉવ,25)
- શીતલ યુવરાજ નકુમ (ઉ.વ,29)
- ભૂમિ રાજુ નકુમ (ઉવ,22)
સારવાર હેઠળ:-
- આનંદ સોલંકી (ઉં.વ,24) (રીક્ષા ડ્રાઇવર છે સારવાર હેઠળ)