પોલીસ તપાસમાં આરોપી રક્ષિત નથી આપતો સહકાર, નિકિતા કોણ છે તે એક રહસ્ય

Vadodara: વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડની ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. આરોપી રક્ષિત હાલ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે આજે રક્ષિતના બે દિવસમાં રિમાન્ડ પૂરા થશે. પરંતુ પોલીસ તપાસમાં આરોપી રક્ષિત સહકાર આપતો નથી.
મળતી માહિતી અનુસાર આરોપી રક્ષિત પોલીસને ગોળ ગોળ ફેરવી રહયો છે. પૂછપરછ દરમિયાન તે પોલીસને સહકાર આપી રહ્યો નથી. વડોદરા અકસ્માતની ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી ચેક કર્યા છે. આરોપી કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો તે અંગે તપાસ કરાઈ રહી છે. નોંધનીય છે કે, રક્ષિતે અકસ્માત બાદ ‘અનધર રાઉન્ડ’ અને નિકિતા શબ્દનો બૂમો પાડી હતી. જોકે, ‘અનધર રાઉન્ડ’ અને નિકિતા કોણ છે તે એક રહસ્ય છે. આજે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માંગી શકે છે.
આ પણ વાંચો: SMC જુગારની રેડ મામલે બી ડિવિઝનના ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા