June 30, 2024

Sensexમાં પ્રથમવાર થશે Adaniના સ્ટોકની એન્ટ્રી, વિપ્રો થશે બહાર

Adani Ports: અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટસ 24 જૂનના રોજ સેન્સેક્સમાં વિપ્રોનું સ્થાન લેશે. અદાણી ગ્રુપની આ પ્રથમ કંપની હશે જે સેન્સેક્સમાં સામેલ થશે. તમને જણાવી દઇએ કે, સમય સમય પર 30 સ્ટોકવાળું બીએસઈ બેંકમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં બદલાવ થતો રહે છે. આ અંતર્ગત આ ઈન્ડેક્સથી વિપ્રોની વિદાઈ અને અદાણી પોર્ટસની એન્ટ્રી થવા જઇ રહી છે.

જો બંને કંપનીઓના શેર પ્રાઈસની હિસ્ટ્રી પર નજર કરીએ તો ગત એક વર્ષમાં 96 ટકાથી વધુનો ઉછાળો છે. તેની તુલનામાં બીએસઈ પર વિપ્રોના શેર 28 ટકા જ વધ્યા છે. વિપ્રોનો 52 સપ્તાહનો હાઈ 546.10 રૂપિયા છે અને લો 375 રૂપિયા. જ્યારે અદાણી પોર્ટસનો 52 સપ્તાહનો હાઈ 1607.95 રૂપિયા અને લો 702.85 રૂપિયા છે.

આ વર્ષે અત્યાર સુધીમાં અદાણી પોર્ટસે 40 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યારે વિપ્રોએમાત્ર 3.53 ટકા. વિપ્રોનું માર્કેટ કેપ 2.58 લાખ કરોડ છે જ્યારે અદાણી પોર્ટસનું 3.18 લાખ કરોડ.

આ પણ વાંચો: એક વ્યક્તિને માત્ર એક સિમ કાર્ડ! શું આનાથી આતંકીઓનું નેટવર્ક તૂટશે

ટૉપ-30 કંપનીઓ છે સેન્સેક્સમાં
સેન્સેક્સમાં દેશની ટૉપ-30 કંપનીઓ સામેલ છે. સેન્સેક્સની ગણના ફ્રિ ફ્લોટ કેપિટલાઈઝેશનનાં આધારે કરવામાં આવે છે. સેન્સેક્સમાં સ્ટોક્સને સામેલ અથવા બહાર કરવા માટે દર છ મહિને રિવ્યૂ કરવામાં આવે છે.

અદાણી પોર્ટ દેશનો સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે. તેની પાસે 13 પોર્ટ છે. જેમાં ગુજરાતમાં મુંદ્રા પોર્ટ, ટૂના ટર્મિનલ, દહેજ પોર્ટ અને હઝીરા પોર્ટ સામેલ છે. જ્યારે મહારાષ્ટ્રમાં અદાણીનો દીધી પોર્ટ છે. મોર્મૂગાંવ ટર્મિનલના નામે એક પોર્ટ ગોવામાં છે તો કેરળમાં વિઝિંગમ પોર્ટ છે. પશ્ચિમ બંગાળમાં હલ્દીયા, ઓડિશામાં ધામરા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ અને કૃષ્ણપટનમ પોર્ટ છે. આ સિવાય તમિલનાડૂમાં કટ્ટૂપલ્લી ટર્મિનલ અને એન્નોર ટર્મિનલ નામથી બે પોર્ટ છે.

અદાણી પોર્ટ્સના ફાઉન્ડર છે ગૌતમ અદાણી
અદાણી પોર્ટસની સ્થાપના 1998માં કરવામાં આવી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેના ફાઉન્ડર છે. ગૌતમ અદાણીએ પોતાના પુત્ર કરણ અદાણીને કંપનીના મેમેજિંગ ડાયરેક્ટર બનાવ્યા છે. આ કંપનીના સીઈઓ અશ્વિની ગુપ્તા છે.