ADG કોસ્ટગાર્ડ કમાન્ડર એ.કે.હરબોલાએ ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત 

Gandhinagar: ADG અને કોસ્ટગાર્ડના કમાન્ડર એ.કે. હરબોલાએ બે દિવસ ગાંધીનગરની મુલાકાતે હતા. અહીં કોસ્ટ ગાર્ડ રિજન (ઉત્તર પશ્ચિમ) ના કમાન્ડર, ઇન્સ્પેક્ટર જનરલ ટી. શશી કુમારે આઇસીજી સીબોર્ડ કમાન્ડરને નવી ઓપરેશન્સ-ઇન્ફ્રા પ્રગતિ વિશે માહિતી આપી હતી. એડીજી હરબોલાએ પ્રાદેશિક મુખ્યાલય ખાતે અધિકારીઓ, કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી અને તેમની કામગીરી, ટેકનિકલ ક્ષેત્રે તેમજ અસરકારક વહીવટના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ બદલ તેમની પ્રશંસા કરી હતી.

આ સિવાય ફ્લેગ ઓફિસરે હરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોશી સાથે પણ મુલાકાત કર. ICGએ પોતાના સૂત્ર વી પ્રોટેક્ટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્ર તેમજ સમુદ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં પાણીની સમસ્યાનો વિરોધ કરવા નીકળેલી મહિલાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી