June 28, 2024

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જીત મળતાંની સાથે ભાવુક થયા ગુલબદ્દીન નાયબ

Gulbadin Naib: ICC T20 વર્લ્ડ કપ 2024માં આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાની ઓસ્ટ્રેલિયાની ટીમને 21 રનથી મોટો અપસેટ સર્જ્યો હતો. આ સાથે જ એવું કહીએ તો પણ ખોટું નથી કે અફઘાનિસ્તાને ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે.
બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ
અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાની ટીમને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ સંપૂર્ણપણે ખરાબ જોવા મળી હતી. અફઘાનિસ્તાને આ મેચ 21 રને જીત પ્રાપ્ત કરી છે. ગુલબદ્દીન નાયબનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. જોરદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં હતો. મેચમાં જીત મળતાની સાથે તેણે એક નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાને હરાવીને ગુલબદ્દીન નાયબ ભાવુક થઈ ગયા હતા.
ગુલબદ્દીન નાયબે શું કહ્યું
ઓસ્ટ્રેલિયાને હરાવીને ગુલબદ્દીન નાયબે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આ સમયની અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અમારા સાથે દેશ માટે અને અમારા લોકો માટે આ ખાસ ક્ષણ છે. અમારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. અમારી આ સફરમાં અમારો સાથ આપનાર તમામ ચાહકોનો આભાર. અમે છેલ્લા 2 મહિનાથી મહેનત કરી રહ્યા છીએ અને હવે પરિણામ દરેકની સામે છે. આ સાથે તેમણે રશીદનો આભાર માન્યો હતો. વધુમાં તેણે કહ્યું કે દરેક મેચ મહત્વપૂર્ણ છે, અમે આવતીકાલે આરામ કરીશું અને આગળની મેચ વિશે વિચારીશું.તમને જણાવી દઈએ કે ગુલબદ્દીન નાયબે પોતાની 4 ઓવરના સ્પેલમાં 5ની ઈકોનોમી સાથે બોલિંગ કરી હતી. જેમાં તેણે 20 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ 4 વિકેટમાં તેણે ટિમ ડેવિડ અને પેટ કમિન્સને, નાયબે માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા.