February 28, 2025

AFG vs AUS: જો વરસાદને કારણે મેચ મેચ રદ થાય છે તો કઈ ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે?

AFG vs AUS: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ મેચ રમાવાની છે. બંને વચ્ચેની મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. જે ટીમની જીત થશે તે ટીમ સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરશે. પરંતુ હવે સવાલ એ છે કે જો વરસાદના કારણે આ મેચ કેન્સલ થાય છે તો કઈ ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે? આવો જાણીએ સમીકરણ.

આ પણ વાંચો: ગુજરાત ‘પક્ષી જીવન’ માટે સ્વર્ગ તરીકે થશે પ્રસ્થાપિત, પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર

જો મેચ રદ થાય છે તો શું થશે
આજના હવામાનની વાત કરવામાં આવે તો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. ભારે વરસાદ પડે છે, તો પરિસ્થિતિ સ્પષ્ટ નથી કે મેદાન કેટલા સમયમાં રમવા યોગ્ય બને. સાંજના સમયે વરસાદ પડી શકે છે. જો મેચ કેન્સલ થાય છે તો ઓસ્ટ્રેલિયન ટીમને સીધો ફાયદો થશે તેનું કારણ એ છે કે તેમના અત્યાર સુધી ત્રણ પોઈન્ટ છે અને જો મેચ રદ થાય છે, તો તેમને એક પોઈન્ટ મળશે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરશે. અફઘાનિસ્તાનની ટીમને પણ પોઈન્ટ મળશે પરંતુ તે સેમિફાઇનલમાં સ્થાન નક્કી નહીં કરી શકે.

આફ્રિકાની ટીમનો નેટ રન રેટ
જો અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રદ થાય છે, તો અફઘાન ટીમને આ મેચના પરિણામ પર આધાર રાખવો પડશે. ઈંગ્લેન્ડની ટીમ આ મેચ જીતે છે તો દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ પર ધ્યાન લેવામાં આવશે. દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ ઘણો સારો છે. જેના કારણે તેને હાર મળવી જોઈએ. જો ગ્રુપ બીમાં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે તો દક્ષિણ આફ્રિકાની ટીમનો નેટ રન રેટ હાલમાં 2.140 છે, જ્યારે અફઘાનિસ્તાનનો -0.990 છે.